For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે વિપક્ષી નેતાની હાજરી પર નજર

Updated: Jan 25th, 2023


ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

સદ્દામ હુસેનની દાઢી સાથે સરખામણી

રાહુલ ગાંધી આપકે દિમાગ મેં હૈ,મેરે દિમાગ મેં હૈ હી નહીં, મૈંને માર દીયા ઉસકો, ગયા વો ગયા...

રાહુલ ગાંધીની યાત્રા અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ૨૦ જાન્યુઆરીએ યાત્રા જમ્મુમાં પ્રવેશી છે અને ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં રેલી બાદ તે પુરી થશે. શ્રીનગર ખાતેની રેલીમાં કેટલાક વિરોધ પક્ષોના નેતાઓને બોલાવાયા છે. જમાં ટીઆરએસ, આમ આદમી પાર્ટી જેવા પક્ષોના નેતાને આમંત્રણ નથી અપાયું જ્યારે અન્યોને બોલાવાયા છે. વિપક્ષના કેટલા નેતાઓ હાજર રહે છે તે જોવાનું રહ્યું. આ અગાઉ જ્યારે યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી ત્યારે અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૈાધરી જેવા નેતાઓ હાજર નહોતા રહ્યા. આ બધું તો ઠીક છે  પરંતુ રાહુલ ગાંધીની એક બાબતે પ્રશંશા કરવી જોઇએ કે  તે યાત્રા છોેડીને ક્યારેય ગુમ નથી થઇ ગયા. તેમની ઓળખ એવી છે કે તે અચાનક ગુમ થઇ જાય છે. જેમકે ચૂંટણી પ્રચાર દરમ્યાન કે સંસદ ચાલતી હોય ત્યારે તે અચાનક અજાણી જગ્યા પર જતા રહેતા હતા. 

તેમના શરીર શૌષ્ઠવને પણ પુરા માર્ક આપવા જોઇએ કેમકે ઉત્તર ભારતમાં સખત્ત ઠંડી હતી ત્યારે તે ખુલ્લા આકાશ નીચે બિન્દાસ્ત ટી શર્ટ-જર્સી પહેરીને ચાલતા હતા. તે કોઇ સ્વેટર કે શાલ નહોતા પહેરતા અને તેની પાછળનું કારણ પણ આપતા હતા. મધ્યપ્રદેશની ત્રણ છોકરીઓ ઠંડી સામે રક્ષણ આપતા કોઇ ગરમ કપડાં વિના બેઠી હોય તેેવા ફોેટા બતાવીને તે કહેતા હતાકે આમને ઠંડી નથી લાગતી તો મને કેવી રીતે લાગે?  જ્યારે  કોઇ પત્રકાર તેમને પૂછે કે તમે ટી શર્ટ શા માટે પહેરો છો તો તે કહેતા કે તમને ઠંડી લાગે છે માટે પહેરો છો અને મને ઠંડી નથી લાગતી માટે નથી પહેરતો. 

આવા સંવાદ જોઇને તેમના સમર્થકોએ તરત કહ્યું કે રાહુલ તો તપસ્વી જેવા છે. જોકે જમ્મુમાંથી યાત્રા ફરી શરૂ થઇ ત્યારે તે ફૂલ સ્લીવ્ઝમાં દેખાયા હતા જે બતાવે છેકે ટી શર્ટ એ પ્રચારનો આઇડયા માત્ર હતો. 

ટી શર્ટની સાથે તેમની દાઢી પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. જોકે સોશ્યલ નેટવર્ક પર તેમના દાઢીના સરખામણી ઇરાકના પદભ્રષ્ટ નેતા સદ્દામ હુસેનના છેલ્લા દિવસો સાથેની દાઢી સાથે કરાઇ હતી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે યાત્રા બીન રાજકીય હોવાનો અને કોમી ેએકતા માટે હોવાનો દાવો ખોટો સાબિત થયો છે. વિરોધ પક્ષના નેતાઓ પણ કહે છેે કે રાહુલ ગાંધીની ઇમેજ ઉભી કરવા યાત્રા કઢાઇ હતી. રાહુલ ગાંધીને સમાચાર માધ્યમોમાં ચમકતા રાખવા માટે પણ યાત્રા કરાઈ હોવાનું મનાય છે. 

હરિયાણામાં તેમણેે કહ્યું હતું કે રાહુલ ગાંધી આપકે દિમાગ મેં હૈ,મેરે દિમાગ મેં હૈ હી નહીં, મૈંને માર દીયા ઉસકો, ગયા વો ગયા, જીસ વ્યક્તિકો આપ દેખ રહે હો વો રાહુલ ગાંધી હૈ હી નહીં, જો આપ દેખ રહે હો વો આપકી સમજમેં નહીં આયેગા, હિન્દુ ધર્મ કો પઢો થોડા, શિવજી કો પઢો સમજ આ જાયેંગી, ઐસે હેરાન મત હો. રાહુલ ગાંધી આપકે દિમાગમેં હૈ, મેરે દિમાગમેં નહીં હૈ. રાહુલ ગાંધી મેરે દિમાગમેં નહીં હૈ. રાહુલ ગાંધી બીજેપીકે દિમાગ મેં હૈ, મેરે દિમાગમેં નહીં હૈ, મૈંને માર દિયા ઉસકો. અસઉદ્દીન ઓવૈસીએ આ વાતનો જવાબ આપ્યો હતો કે જો રાહુલ ગાંધી કો માર દિયા હૈ તો ફીર વો સામને બૈઠા હૈ વો કોન હૈ? ક્યા વો ડુપ્લીકેટ હૈ?  આ વિડીયો યુ ટયુબ પર જોવા મળે છે. જોગાનુ જોગ રાહુલ ગાંધીની આ વાતથી બોલિવૂડી ફિલ્મ રામ ઔર શ્યામ યાદ આવે છે. જેમાં દિલીપકુમાર ડબલ રોલમાં છે.  જો ભારત જોડો યાત્રા રાહુલની ઇમેજ ઉભી કરવા તૈયાર કરાઇ હોય તો તેમાં કોંગ્રેસને બહુ સફળતા નહીં મળે એમ મનાય છે.


Gujarat