For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈશ્વિક તખ્તા પર યુધ્ધનાં નગારાં શસ્ત્રોમાં ભારત આત્મનિર્ભર

Updated: Apr 17th, 2024

વૈશ્વિક તખ્તા પર યુધ્ધનાં નગારાં શસ્ત્રોમાં ભારત આત્મનિર્ભર

- અણુશસ્ત્રોનો ઉપયોગ  કરવાની ધમકી

- ઇનસાઇડ સ્ટોરી

- યુધ્ધ માટે ઇઝરાયલ અને ઇરાન જેવા દેશોનો થનગનાટ જોવા મળી રહ્યો છે

કોણ જાણે કેમ પણ યુધ્ધના નગારાનો અવાજ ધીરે ધીરે મોટો થઇ રહ્યો છે. કોઇ દેશને યુધ્ધ પોષાય તેમ નથી છતાં યુધ્ધ માટે ઇઝરાયલ અને ઇરાન જેવા દેશોનો થનગનાટ જોવા મળી રહ્યો છે. 

રશિયા અને યુક્રેન વચ્ચેની વોર તેમજ ગાઝા ઇઝરાયલ વચ્ચેની વેારમાં એક મુદ્દો સ્પષ્ટ રીતે ઉભરી આવ્યો છે કે જેમની પાસે પોતાના શસ્ત્રો છે તેનો હાથ યુધ્ધમાં ઉપર રહે છે.

 રશિયા પાસે પોતાના શસ્ત્રો છે જ્યારે યુક્રેને અમેરિકા તેમજ નાટો દેશો પર શસ્ત્રો માટે આધારીત રહેવું પડે છે. આ દેશો વચ્ચેનું યુધ્ધ લાંબુ ચાલ્યું છે.

યુક્રેન પાસે શસ્ત્રો ખૂટી ગયા છે તેથી અમેરિકા પાસેથી મળતી સહાયની રાહ જોઇને બેઠું છે. ઇઝરાયલ ઝનૂન સાથે લડી રહ્યું છે. ઇઝરાયલને શસ્ત્રો મ્યાન કરવા સમજાવવાની મથામણ ચાલી રહી છે. ભારતને યુધ્ધમાં રસ નથી તે દેખાઇ આવે છે.

 સાથે સાથે ભારત આધુનિક શસ્ત્રો વસાવી પણ રહ્યું છે. ભારત શસ્ત્રોના મુદ્દે આત્મનિર્ભર બનવા માંગતું હતું અને હવે તમામ આધુનિક શસ્ત્રો અને અગ્નિ-ફાઇવ મિસાઇલે ભારતની કોઇ પણ સંભવિત યુધ્ધમાં આત્મ નિર્ભર હોવાની સાબિતિ સમાન છે.

કોઇ પણ યુધ્ધમાં પોતાના શસ્ત્રો હોય તો યુધ્ધ ઝનૂન પૂર્વક લડી શકાય છે. રશિયા સામે યુક્રેન એટલા માટે હાંફે છે કે તેની પાસે અમેરિકી શસ્ત્રો આવે ત્યારે તેને ચલાવવાની અઠવાડીયું પ્રેકટીસ કરવી પડે છે.

 પછી તેનો રશિયાના લશ્કર સામે ઉપયોગ કરાય છે. નાટો દેશો પણ યુક્રેનને શસ્ત્રો પુરા પાડે છે. ટૂંકમાં શસ્ત્રો માટે તે અમેરિકા પર આધારીત છે. એવુંજ  હમાસના કેસમાં થયું છે. તે અચાનક હુમલો કરીને નરસંહાર  કરી શકે છે પણ બહુ લાંબુ યુધ્ધ ખેંચી શકે એમ નથી કેમેક શસ્ત્રો માટે તેને સાથી દેશો પર ભરોસો રાખવો પડે છે.

અગ્નિ ફાઇવ મિસાઇલની ટેકનોલોજી એટલે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ (MIRVs). સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી કાઉન્સીલમાંના કાયમી સભ્યો અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, રશિયા, ચીન અને ફ્રાન્સ પાસે MIRVs ટેકનોલોજી છે. પાકિસ્તાન સાથે યુધ્ધ થાય તો ભારત એકજ દિવસમાંજ દુશ્મનોનો ફેંસલો કરી નાખે એવા શસ્ત્રોની  તાકાત ધરાવે છે. ભારતની ત્રણેય પાંખ  આર્મી, એરફોર્સ અને નેવી એેટલા આધુનિક બની ગયા છે કે દુશ્મન દેશને મિસાઇલ ક્યાંથી આવે છે અને કેટલી ઘાતક હશે તેની ખબરજ નહીં પડે. 

અણુ શસ્ત્રો ધરાવતો દેશ હોવાનું ગૌરવ ભારત પાસે છે. ભારતના રાજકીય નેતાઓ ભલે લડાકુ નથી પરંતુ નિવેદનો આપવામાં તો મિસાઇલ જેટલા ઘાતક છે. 

એક સમય હતો કે ચીન સાથે ભારતની ભૂતપૂર્વ દરેક સરકારો દરેક સૌમ્ય રીતે વર્તતી હતી અને તેમનો સામનો કરવાનું તો ભાગ્યેજ વિચારતી હતી. ચીન આપણાથી શક્તિશાળી છે તે હકીકત છે પરંતુ જ્યારથી ચીનની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારથી તે યુધ્ધ મોરચે શાંત પડી ગયું છે.

 ચીન તેના વિસ્તારવાદી પ્લાનમાં ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને છેલ્લે માલદીવ્ઝમાં પણ પગપેસારો કરી ચૂક્યું છે. આ બધા દેશો ચીનના દેવામાં ફસાયેલા છે. શ્રીલંકાને ભારતે ચીનની પકડમાંથી માંડ છોડાવ્યું છે.

Gujarat