Get The App

બેંગલુરૂની આઇટી ચમક પાણીની તંગીમાં ડૂબેલી છે

Updated: Mar 13th, 2024

GS TEAM

Google News
Google News
બેંગલુરૂની આઇટી ચમક પાણીની તંગીમાં ડૂબેલી છે 1 - image


- સિલિકોન વેલીમાં એક્સપાન્શન અટક્યું

- ઇનસાઇડ સ્ટોરી

- પાણી જેવી પાયાની જરૂરીયાત માટે ફાંફા: ઉનાળામાં  સમસ્યા વધુ ગંભીર બનશે

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના હબ ગણાતા ત્રણ સેન્ટરો પૂણે,હૈદ્રાબાદ અને બેંગલુરૂ વચ્ચે ચાલતી સ્પર્ધામાં અત્યાર સુધી બેંગલુરૂ ટોપ પર હતું. તેને ભારતની સિલિકોન વેલી કહેવાઇ રહી છે. પરંતુ બેંગલુરૂની ટ્રાફીક સમસ્યા  બોહુ જટીલ બનતાં નવી કંપનીઓ નારાજ ચાલતી હતી. ગયા વર્ષે બેંગલુરૂમાં વરસાદના પાણી ભરાતા ટોચની આઇટી કંપનીના સીઇઓ પણ હોડીમાં ફરતા જોવા મળ્યા હતા. જોકે ટ્રાફીક સમસ્યા સર્વત્ર છે ભરાયેલા પાણીની સમસ્યા સિઝન છે એમ સમજીને કોઇ મોટી કંપનીઓએ બહુ વિવાદ ઉભો નહોતો કર્યો પરંતુ પાણીની અછતે દરેકને હચમચાવી મુક્યા છે.

બેંગલુરૂની કોઇ કંપનીઓમાં ટેપ વોટર નથી આવતું પણ બહારથી પાણી મંગાવાય છે અને કેટલાકે બોર કરાવેલા છે તેનું પાણી હોય છે. પરંતુ દરેક કંપની પ્રોસેસ કરેલા પાણીનો આગ્રહ રાખે છે કેમકે કેમને ત્યાં વિદેશનો સ્ટાફ વધુ હોય છે આઉપરાંત દરેક પાણીજન્યરોગોથી વધુ સાવધ રહે છે. હવે તો સ્થિતિ એ છે કે બેંગલુરૂમાં પાણી જોવાજ નથી મળતું. આજુબાજુના ગામોને તો ચાંદી લાગી ગઇ છે કેમકે તેમને પાણી વેચીને તગડા પૈસા મળી રહ્યા છે. મોટી કંપનીઓ પાણીની બોટલની આખી ટ્રક મંગાવી લે છે. પરંતુ બેંગલુરૂમાં રહેતા મધ્યમ વર્ગના લોકોેતો પાણીનીડોલ માટે અહીં તહીં ભટકી રહ્યા છે.

બેંગલુરૂ એટલે માત્ર આઇટી સિટી એવું નથી અન્ય બિઝનેસ કરનારા પણ ત્યાં છે. સરકારી કચેરીઓ અને પ્રાઇવેટ કંપનીઓ સહીતના લોકો પાણી માટે રોજ યુધ્ધ કરી રહ્ય છે. પાણી એ જીવન છે તેનો ખરો અર્થ હવે બેંગલુરના લોકોને સમજાયો હોય એમ લાગે છે. ભારતની સિલિકોન વેલીમાં ટ્રાફિકની સમસ્યા અને પાણીની સમસ્યા બંનેે લોકોને બાનમાં રાખ્યા છે. બંને સમસ્યામાં સરકારી બેદરકારી અને લોકોની સમસ્યાઓ ટલ્લે ચઢાવી રાખવાની નીતિ જવાબદાર બની છે. લોકો  ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી શકે છે પરંતુ પાણીની સમસ્યામાં તો શહેરના તમામ લોકોને અસર થતી હોય છે.

બેંગલુરૂના લોકો સત્તાવાળાઓને રજૂઆત કરીને થાક્યા છે હોય એમ દેખાઇ આવે છે. કહે છે કે પાંચેક મોટી કંપનીઓએ બેંગલુરૂમાં તેમનો એક્સપાન્શનનો પ્રોજક્ટ અટકાવી દીધો છે.આશ્ચર્ય તો એવાતનું છે કે બેંગલુરૂને વર્લ્ડક્લાસ સિટી તરીકે ઓળખ અપાતી હતી પરંતુ હવે તે પરપોટો ફૂટી ગયો છે. કહે છે કે છેલ્લા એક દાયકાથી બેંગલુરૂમાં વસ્તી વધી છે પરંતુ ત્યાં પાણી તેમજ ગટર લાઇનની વ્યવસ્થામાં કોઇ ખાસ ફેરફાર કરાયો નથી. બેંગલુરૂનું આર્થિક તંત્ર ટેકનોલોજી કંપનીની  આવકો પર આધારીત છે. છેલ્લા પાંચ વર્ર્ષમાં બેંગલુરૂમાં ઓફિસોની કિંમત મુંબઇ કરતાં પણ દોઢ ગણી વધી છે.

જોે બેંગલુરૂમાં પાણીની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા હળવી નહીં થાય તો ત્યાં બિઝનસે કરવાનું કોઇ પસંદ નહીં કરે અને જુની કંપનીઓ પણ આ કહેવાતી સિલિકોન વેલીને છોડવાનું વિચારશે. હાલમાં બેંગલુરૂમાં ૧૭૮ મિલીયન સ્કેવરફૂટમાં ૭૯ ટેકનીકલ પાર્ક છે જ્યાં ૨૫ લાખ લોકો કામ કરે છે. પરતુ પાણી જેવી પાયાની જરૂરીયાત માટે ફાંફા ઊભા થયા છે. પાણીનો સંગ્રહ કરતા સ્થળોને રીચાર્જ કરાયા નથી તેમજ તેમજ ઊંડા કરવાનું પણ કોઇ આયોજન નહોતું. હવેના ઉનાળાના દિવસોમાં બેંગલુરૂમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બનશે તે નક્કી છે. શરૂઆતમાં લખ્યું છે કે આઇટી સીટીની સ્પર્ધામાં બેંગલોર મોખરે ચાલી રહ્યું છે પરંતુ આ ટાઇટલ કદાચ પાણીના કારણે જતું રહેશે એમ લાગે છે.

Tags :