ભારતમાંના સ્લીપર યુનિટોના જોરે પાકના ગુપ્તચરો સક્રિય

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ભારતમાંના સ્લીપર યુનિટોના જોરે પાકના ગુપ્તચરો સક્રિય 1 - image


- ભારતના નેવીને ટાર્ગેટ બનાવ્યું 

- ઇનસાઇડ સ્ટોરી

- સર્ચ દરમ્યાન ગુપ્ત દસ્તાવેજો સાથેના ૨૨ મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા

નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજંસી (NIA) સંરક્ષણ ક્ષેત્રના ગુપ્ત દસ્તાવેજોના લીકેજની તપાસ શરૂ કરી છે.ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરતા કેટલાક શંંકાસ્પદોને પૈસા મળતા હતા  અને તે લોકો ભારત સાથે ગદ્દારી કરતા હોવાના પુરાવા એનઆઇએના અધિકારીઓેએ ભેગા કરી રહ્યા છે. પાકિસ્તાનનું જાસુસી નેટવર્ક સ્લીપર યુનિટ સાથે પણ જોડાયેલું હોઇ શકે છે. પાકિસ્તાન માટે જાસુસી કરતા લોકોને પાકિસ્તાન તરફથી પૈસા પણ મળતા હતા તે માહિતી બહુ ગંભીર છે.

આ જાસુસી કેટલા સમયથી ચાલતી હતી અને તેમાં કેટલા લોકો સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. જે ૬ રાજ્યોમાં એનઆઇએની તપાસ ચાલે છે તેમાં ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાના, ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણા સહીતના રાજ્યોનો સમાવેશ થાય છે.

મામલો બહુ ગંભીર છે અને દુશ્મન દેશ પાકિસ્તાન ભારતમાં તેના નેટવર્ક મારફતે ચીનને પણ માહિતી મોકલાતી હોવાની સંભાવના છે. પાકિસ્તાનના જાસુસી તંત્રનો સૌથી મોટો સપોર્ટ ભારતના સ્લીપર યુનિટો છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓને છુપાડનાર અને પોલીસને ગેરમાર્ગે દોરનાર સ્લીપર યુનિટો છે. સ્લીપર યુનિટોને શાોધવા બહુ કપરૃં છે. આ એ લોકો છે કે જે જાહેરમાં રાષ્ટ્રભક્તિની વાતો કરે છે અને પડદા પાછળ પાકિસ્તાનના જાસુસી તંત્ર સાથે સંકળાયેલા હોય છે. સ્લીપર યુનિટોને પાકિસ્તાન તરફી પ્રેમ હોય છે એ માનવાની જરૂર નથી કેમેક મોટા ભાગના સ્લીપર યુનિટો પૈસા માટે કામ કરે છે. 

એનઆઇએ ભારતમાં પ્રસરેલા પાકિસ્તાની જાસુસી તંત્ર પકડવા મથી રહ્યું છે. પૈસાદાર સ્લીપર યુનિટો ક્યારેય પકડી શકાતા નથી કેમકે તે સાયલન્ટ રહીને દેશને ખોતર્યા કરે છે. ગરીબાઇ સાથે સંકળાયેલો  વર્ગ સ્લીપર યુનિટ તરીકે કામ કરે છે અને તે માટે તેને વળતર મળે  છે. આ લોકો નથી તો ભારતને વફાદાર કે નથી તો પક્સ્તિાનને. સાત રાજ્યોમાં કરાયેલી તપાસ દરમ્યાન કેટલાક ફોન અને દસ્તાવેજો જ્પ્ત કરાયા છે. સૌ પ્રથમ જાન્યુઆરી ૨૦૨૧માં આ જાસુસી તંત્રની ગંધ આવી હતી. આન્ધ્ર પ્રદેશના કાઉન્ટર ઇન્ટેલીજન્સે તે પકડયું હતું. જે શંકાસ્પદોના ઘર ચેક કરાયા  તે પરથી જાણવા મળ્યું હતું કે તેમને પાકિસ્તાન તરફથી પૈસા મળતા હતા. ભારતના સ્લીપર યુનિટોના ટેકાથી ચાલતા જાસુસી તંત્રને પકડવું બહુ અઘરૃં હતું કેમકે દરેક પોતાને રાષ્ટ્રવાદી તરીકે ચીતરતા હતા.

એનઆઇએને તપાસ દરમ્યાન પાકિસ્તાનના જાસુસી નેટવર્કની એક પછી એક લીંક મળી આવી હતી જેમાં પાકિસ્તાન જાસુસી માટે પૈસા આપતું હોવાનું જાણવા મળ્યું હતું. સંરક્ષણ ખાતાની મહત્વના દસ્તાવેજોની જાસુસી કરાઇ હતી. એનઆઇએની સર્ચ દરમ્યાન ગુપ્ત દસ્તાવેજો સાથેના ૨૨ મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા.ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારાઓએ ભારતના નેવીને ટાર્ગેટ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભારતના નેવીની જાસુસીનો હાઇ પ્રોફાઇલ કેસની તપાસ એનઆઇએ પણ બિલ્લી પગે કરી હતી.

એનઆઇએ મારફતે કરાયેલી ચાર્જશીટમાં મીર બાલજ ખાનનો ઉલ્લેખ કરાયો છે. તેના સાગરીત તરીકે અક્ષ સોલંકીનો પણ ઉલ્લેખ છે. આ લોકો જાસુસી નેટવર્ક ચલાવતા હતા અને ગુપ્ત દસ્તાવેજો ભેગા કરતા હતા. એનઆઇએ મારફતે મુકાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં સુરેન્દ્ર પાંડા  અને એલવનનો ઉલ્લેખ છે. પાંડા પકડાઇ ગયો છે જ્યારે પાકિસ્તાની જાસુસ એલવન ભાગી ગયો છે.


Google NewsGoogle News