Get The App

ડાયાબિટીસના રોગીઓ માટે વરદાન છે પરવળ, જાણો તેનાથી થતા લાભ વિશે

Updated: Nov 13th, 2019

GS TEAM

Google News
Google News
ડાયાબિટીસના રોગીઓ માટે વરદાન છે પરવળ, જાણો તેનાથી થતા લાભ વિશે 1 - image


નવી દિલ્હી, 13 નવેમ્બર 2019, બુધવાર

પરવળ એવું શાક છે જે દરેક જગ્યાએ મળે છે. પરવળ દરેક મોસમમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી બીમારી પર નિયંત્રણ લાવી શકાય છે. નિષ્ણાંતઓએ પરવળ પર કરેલા સંશોધન અનુસાર તેમાં સોડિયમ, પોટેશિયમ, મૈગ્નીશિયમ, મૈગ્નીઝ, લોહ તત્વ, ટિટૈનિયમ, કૈલ્શિયમ જેવા તત્વો હોય છે.

આ તત્વોના કારણે પરવળ ડાયાબિટીસના રોગી અને બ્લડ પ્રેશરની બીમારીને નિયંત્રિત કરવામાં કારગર નીવડે છે. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

પરવળમાં ક્રોમિયમ પર્યાપ્ત પ્રમાણમાં હોય છે. ક્રોમિયમની માત્રા વધારે હોવાથી તે પિત્તાશયમાં ઉપસ્થિત ઈંસુલિનને સક્રિય કરી શરીરમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરે છે. પરવળમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે તે શરીરમાં પાણીનું સ્તર, સ્નાયૂઓને મજબૂત કરે છે.

તેનાથી બીપી પણ નિયંત્રણમાં રહે છે. કેલ્શિયમ શારીરિક સૌંદર્ય વધારે છે અને હાડકા મજબૂત કરે છે. પરવળમાં મૈગ્નીજ અને મૈગ્નીશિયમ શરીરમાંથી આળસ, અનિંદ્રા જેવી સમસ્યા દૂર કરે છે. 


Tags :