દીકરીના લગ્નમાં ફીટ દેખાવા લીધી વજન ઘટાડવાની દવા, જેના કારણે થયું મૃત્યુ, જાણો શું છે ઓઝેમ્પિક દવા
એક 56 વર્ષીય ઓસ્ટ્રેલિયન મહિલા કે જેણે તેની દીકરીના લગ્ન માટે વજન ઘટાડવા માટે ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો હતો
તે પેટની ગંભીર બીમારીથી મૃત્યુ પામી છે, હવે તેનો પતિ અન્ય લોકોને ચેતવણી આપી રહ્યો છે કે આ દવા બિલકુલ લેવા યોગ્ય નથી
Weight loss Medicine: આજકાલ દરેક વ્યક્તિ પાતળું અને સુંદર દેખાવા માંગે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની દવાઓ પણ લે છે. આ દવાઓ શરીર પર પ્રતિકૂળ અસર કરે છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા તેની દીકરીના લગ્ન માટે વજન ઘટાડવા માંગતી હતી. 56 વર્ષીય ટ્રિશ વેબસ્ટર ઓઝેમ્પિક દવાઓનું સેવન કરતા હતા. જે મુખ્યત્વે ટાઇપ-2 ડાયાબિટીસ અને વજન ઘટાડવાની સારવાર માટે વપરાય છે. જો કે, જઠરાંત્રિય રોગથી તેનું મૃત્યુ થયું હતું. મહિલાના પતિએ લોકોને ચેતવણી આપી હતી કે વજન ઘટાડવા માટે આ દવા બિલકુલ યોગ્ય નથી.
દીકરીના લગ્નમાં પાતળી દેખાવા માંગતી હતી
ટ્રિશ વેબસ્ટર 16 જાન્યુઆરીએ તેની દીકરીના લગ્ન માટે ડ્રેસમાં ફિટ થવા માંગતી હતી. આ માટે તેને ટાઇપ 2 ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક સૂચવવામાં આવી હતી. તે વિશ્વભરમાં વજન ઘટાડવાની દવા તરીકે પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
5 મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું
વેબસ્ટરે પ્રિસ્ક્રિપ્શન ઈન્જેક્શન સક્સેન્ડા સાથે ઓઝેમ્પિક લીધું અને પાંચ મહિનામાં લગભગ 15 કિલો વજન ઘટાડ્યું. દવાએ શરૂઆતમાં તેને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી, પરંતુ તે ટૂંક સમયમાં જ બીમાર થઈ ગઈ હતી જે દરમ્યાન તેને મોંમાંથી બ્રાઉન પ્રવાહી નીકળતાં, બેભાન થઇ જતી, શ્વાસ લેવામાં તકલીફ થતી અને પછી તેનું મૃત્યુ થયું.
ઓઝેમ્પિક દવા શું છે?
ઓઝેમ્પિક દવા વિશ્વભરમાં વજન ઘટાડવાની લોકપ્રિય દવા બની ગઈ છે. યક એક કુદરતી હોર્મોન GLP-1ની નકલ કરીને કામ કરે છે, જે ખોરાકનું પાચન ધીમું કરે છે. આનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ થાય છે. જેના કારણે ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સ્થિતિને ઇલિયસ કહેવામાં આવે છે.