2030 સુધીમાં વધી શકે છે બ્રેસ્ટ કેન્સરના દર્દી
કેન્સર એટલે કેન્સલ એવું હવે નથી રહ્યું છતાં આ બીમારીને સાવ સામાન્ય ગણવા જેવી પણ નથી, આ એવી બીમારી છે, જે શરીરમાં ઝડપથી ફેલાઈને જીવનલીલાને સંકેલી શકે છે. તાજેતરમાં જ WHOએ પોતાના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં દર 50 હજારમાંથી 1 સ્ત્રીને સ્તન કેન્સર થાય છે.
તેમજ હવે પછીના રિપોર્ટમાં આ આંકડો વધી શકે છે તેવું પણ WHOએ કહ્યું છે. જે મુજબ 2030માં દર 50,000 સ્ત્રીઓએ 2 સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની સંભાવના છે. એના કારણોની વાત કરીએ તો ભારતમાં સ્તન કેન્સરને લઇને એટલી જાગૃતતા નથી. મોટાભાગના લોકો ડૉક્ટર પાસે ત્યારે જાય છે જ્યારે કેન્સર અંતિમ સ્ટેજમાં હોય. આવામાં ડૉક્ટર ઇચ્છવા છતાં કશું નથી કરી શકતાં.
ભારતીય વૈજ્ઞાનિકોએ આ વિશે કહ્યું છે કે આ સમસ્યાથી બચવા માટે ઝડપથી ભારતમાં મેમોગ્રાફીની સુવિધા લાવવામાં આવેશે. જેથી સ્ત્રીઓને સમયસર કેન્સરની જાણ થઇ શકે.