For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાણો, તમારા કયા કયા અમૂલ્ય અંગ બીજા વ્યક્તિને જીવનદાન આપી શકે છે?

- અંગદાન વિશે જાણો કે કઇ ઉંમરમાં મૃત્યુ થવા પર તમે કયા અંગનું દાન કરી શકો છો?

Updated: Aug 13th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર 

કેટલાય યુવાન તો ડૉક્ટર્સ પાસેથી સમગ્ર પ્રોસેસ જ જાણી લેવા ઇચ્છે છે જેથી તેઓ જલ્દીથી ફોર્મ ભરીને અરજી કરી શકે કે તેમના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવાનું છે. મનમાં ઉદ્દભવતા તમામ પ્રશ્નોના જવાબ તમે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણી શકો છો. હેલ્થ એક્સપર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર જાણો તમે કઇ ઉંમર સુધી ક્યા અંગનું દાન કરી શકો છો... 

કોર્નિયા અથવા આંખોનું દાન :

- આપણા દેશમાં જો અંગદાનને લઇને સૌથી વધારે જે વિશેની જાગરૂકતા લોકોમાં છે તો તે છે આંખોનું દાન. જે લોકો જીવતા પોતાની આંખોના દાન સંબંધિત ફૉર્મ ભરે છે તેમની આંખો તેમના મૃત્યુ બાદ બીજા કોઇને લગાવી દેવામાં આવે છે. 

- આંખોના દાન સંબંધિત સૌથી મહત્ત્વ વાત એ છે કે જો કોઇ વ્યક્તિનું મૃત્યુ 100 વર્ષની ઉંમરે થાય છે તો પણ તેમની આંખો કોઇ અન્ય વ્યક્તિને દાન કરી શકાય છે જ્યારે અન્ય કોઇ અંગ સાથે આ ઉંમરે દાન કરવું શક્ય નથી બનતું. 

હૃદય અને ફેફસાંનું દાન

- કોઇ વ્યક્તિ જો પોતાનું હાર્ટ અને લંગ્સ દાન કરવા ઇચ્છે છે તો તે વ્યક્તિ 50 વર્ષની ઉંમર થયા પહેલા અંગદાન કરવા વિશેની માહિતી આપતું ફોર્મ ભરી શકે છે. કારણ કે 50 વર્ષની નાની ઉંમરના વ્યક્તિનું જ હાર્ટ અને લંગ્સ ડૉક્ટર કોઇ બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. 

લિવર ડોનેશન સાથે સંકળાયેલી બાબત

- કોઇ વ્યક્તિ પોતાની કિડની અને યકૃત અથવા તો લિવર દાન કરવા માંગે છે તો તેનું લિવર તેના મૃત્યુ બાદ કોઇ અન્ય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એક વ્યક્તિની કિડની બીજી વ્યક્તિમાં લગાવતા પહેલાં ડૉક્ટર્સ તે બાબતનું ધ્યાન રાખે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જો કિડની ડોનરની ઉંમર 70 વર્ષથી વધારે હોય તો ડૉક્ટર્સ તે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટમાં ઉપયોગ કરવાનું ટાળે છે. 

હાડકાંનું દાન 

આ એક એવું અંગદાન છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ સત્ય છે કે હાડકાંનું પણ દાન કરી શકાય છે. જો કોઇ વ્યક્તિનું મૃત્યુ 70 વર્ષ પહેલા થઇ જાય છે તો તેના શરીરના હાડકાંથી બીજા વ્યક્તિની સારવાર કરી શકાય છે. 

Gujarat