તમને પણ વારંવાર મનમાં ઉચાટ થાય છે કે મોબાઇલ ફોનની રિંગ વાગી? તો હોઈ શકે છે આ બીમારી
Phantom Vibration Syndrome: કેટલાક લોકો હંમેશા પોતાના મોબાઇલ ફોન સાથે ચોંટી રહે છે. તેઓ ફોન પર કંઈ કરે કે ન કરે, પરંતુ લાંબા સમય સુધી ફોનને હાથમાં પકડીને વારંવાર ચેક કરવો એ તેમની આદત બની ગઈ છે. જો તેઓ થોડા સમય માટે પોતાના ફોનથી દૂર જાય તો પણ તેમને લાગે છે કે તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી રહી છે અથવા વાઇબ્રેટ થઈ રહ્યો છે. આથી આ ચિંતાના કારણે તેઓ ફરીથી ફોન ચેક કરે છે. જો તમને પણ રિંગ વાગ્યા વગર જ ફોનની રિંગ સંભળાય છે તો આ ભ્રમનું નામ છે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ.
આ ભ્રમને રિંગગ્ઝાયટી કહેવામાં આવે છે
ઘણા લોકોને આવો ભ્રમ થતો હોય છે. જે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ છે. સિન્ડ્રોમ શબ્દ વાંચીને ગભરાશો નહીં, તે ફક્ત એક નામ છે. જો તમને ફોનની રિંગ વાગ્યા વગર જ રિંગ સંભળાય છે અને તમે બેચેન થઈ જાઓ, તો તેને રિંગગ્ઝાયટી (Ringxiety) કહેવામાં આવે છે.
ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ શું છે?
ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમએ કોઈ નવી શોધ કે કોઈ રોગ નથી. ખરેખર, કોરોના સમયે જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ અચાનક વધી ગયો, ત્યારે ઘણા યુઝરે આવા વિચિત્ર અનુભવો શેર કર્યા. જ્યારે આ અંગે સંશોધન કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે મોટાભાગના યુઝર આવો અનુભવ કરે છે. આ સિન્ડ્રોમથી પીડિત લોકોને વારંવાર એવું લાગે છે કે તેમના ફોનની રિંગ વાગી રહી છે. જ્યારે વાસ્તવમાં તે એવું હોતું નથી. જે લોકો આ સિન્ડ્રોમથી પીડિત છે તેઓને તેમના ફોન પર કોઈ અપડેટ કે મેસેજ ન મળે તો પરસેવો આવી જાય છે અને બેચેન થવા લાગે છે. જે માત્ર ફોનના વધુ પડતાં વપરાશના કારણે થાય છે.
આ પણ વાંચો: સવારમાં આ ફૂડ્સ ખાવાનું ન ચૂકતાં, મેટાબોલિઝમ ઝડપથી કામ કરશે
આ સિન્ડ્રોમથી બચવા માટે શું કરવું
- આપણે આ સિન્ડ્રોમથી બચવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, ફક્ત તમારા નોટિફિકેશન બંધ કરો. જેથી તમારું ધ્યાન વારંવાર ફોન પર ન જાય.
- સ્ટોપવોચનો ઉપયોગ કરો અથવા લિમીટ સેટ કરો અને તે પૂરી થયા પછી લોગ આઉટ કરી દો.
- થોડા કલાકો માટે તમારા ફોનનો ડેટા બંધ કરો.
- દરેક સોશિયલ મીડિયા સાઇટ પર તમારી પ્રોફાઇલ બનાવવાનું ટાળો.
- ફોન કે વર્ચ્યુઅલ દુનિયાને બદલે પરિવારને સમય આપો.
- સમયાંતરે તમારા ફોનને જે જગ્યાએ રાખો છો તે જગ્યા બદલતા રહો.