પાણી સાથ એક અઠવાડિયામાં 5 ગ્રામ જેટલુ પ્લાસ્ટીક શરીરમાં જાય છે
- વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં પાણીમાં પ્લસ્ટીક હોવાનો દાવો કરાયો
નવી દિલ્હી, તા. 14 જુન 2019, શુક્રવાર
પાણી વિના મનુષ્ટના જીવનની કલ્પના કરી શકાય નહી. પરંતુ શું તમે જાણો છો કે પાણી દ્વારા તમારા શરીરમાં દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ જેટલું પાણી જાય છે. જેનો સૌથી મોટો સ્ત્રોત બોતલ અને નળમાં આવતું પાણી છે જેમાં પ્લાસ્ટીકના સુક્ષ્મ કણો હોય છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરમાં પ્રકાશિત એક અહેવાલમાં પાણીમાં પ્લાસ્ટીક હોવાનો દાવો કરાયો છે.
આ રિપોર્ટ યૂનિવર્સિટી ઓફ ન્યૂકેસલ અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરમાં થયેલી 52 શોધો પર આધારિત છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર જનરલ માર્કો લેંબરટિનીએ જણાવ્યું કે, પ્લાસ્ટીકથી માત્ર મહાસાગર જ નહી પરંતું માણસો પણ દુષિત થઇ રહ્યાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આપણાં શરીરમાં દર અઠવાડિયે પ્લાસ્ટીકના લગભગ 2000 સુક્ષ્મ કણો પ્રવેશ કરે છે. આપણે દર મહિને લગભગ 21 ગ્રામ પ્લાસ્ટીક પેટમાં નાખીએ છીએ, વર્ષમાં લગભગ 250 ગ્રામથી વધારે પ્લાસ્ટીક આપણાં શરીરમાં જાય છે. પહેલીવાર કોઇ રિપોર્ટમાં પાણીમાં પ્લાસ્ટીક હોવાની વાત સામે આવી છે.