આખો દિવસ થાક લાગે છે, આ રહ્યાં સરળ ઉપાય
થાક લાગવાને લીધે ઘણાં લોકોને તકલીફ થાય છે. ઘણાને તો થાકને લીધે રોજિંદા કામ કરવામાં પણ મુશ્કેલી થાય છે. આખો દિવસ કામ કરવાથી માણસ થાકી જાય છે અને એની અસર તેના ચહેરા પર દેખાવા લાગે છે. થાકના લીધે શરીરની ઉર્જા સમાપ્ત થઈ જાય છે. કેટલાકને તો વધુ પડતા થાકને લીધે ડાયાબિટીસ અને થાઈરોઈડની તકલીફ પણ થઇ શકે છે. આવું ના થાય તે માટેના કેટલાક ઉપાયો અહીં જણાવવામાં આવ્યાં છે.
એક્સર્સાઈઝ
રોજે એક્સર્સાઈઝ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને શરીરના અંગોને ઓક્સીજન મળે છે. આમ શરીર સક્રિય રહે છે, થાક દૂર કરવા માટે યોગ, એરોબિક્સ અને સ્વિમિંગ પણ કરી શકાય.
હેલ્ધી નાસ્તો કરો
થાક ના લાગે તે માટે પોષકતત્વોથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટફૂડ અને તળેલા પદાર્થો ખાવાનું ટાળો.
પૂરતી ઊંઘ લો
સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. શરીરનો થાક દૂર કરવા માટે રોજના ઓછામાં ઓછા 6-7 કલાકની ઊંઘ લો. આનાથી તમને સ્ફૂર્તીનો અનુભવ થશે અને થાક પણ ઓછો લાગશે. ઊંઘ પૂરી ના થાય તો આખો દિવસ થાક ફીલ થયા કરે છે.
પુષ્કળ પાણી પીવો
પાણી શરીરના ટૉક્સિસને ફ્લશ કરીને તમને સ્વસ્થ રાખે છે. તેથી રોજે 2થી 3 લીટર પાણી જરૂર પીવો. આનાથી શરીરનો થાક પણ દૂર થાય છે અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.