Get The App

અલ્બીનો બીમારી ધરાવનારા તાંઝાનિયામાં કબૂતરની જેમ કેમ ફફડે છે?

અલબીનો બીમારીવાળાના અંગના ૫૦ થી ૬૦ લાખ રુપિયા મળે છે

અંધ શ્રધ્ધાળુઓ વિધી માટે પણ શરીરના અંગો કાપી જાય છે

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
અલ્બીનો બીમારી ધરાવનારા તાંઝાનિયામાં કબૂતરની જેમ કેમ ફફડે છે? 1 - image

ડોડોમા,
આફિકાના તાંઝાનિયા દેશમાં અલ્બીનો (અલબિનિઝમ)નામની બીમારી ધરાવતા સેંકડો લોકો ખોફમાં જીવવા મજબૂર છે.આ બીમારીમાં શરીરની અંદર ટાયરોસિન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થાય છે.જેના પરીણામે સ્કિન ફેર,વાળ સફેદ અને આંખો ગુલાબી થઇ જાય છે.આ કોઇ ઘાતક બીમારી નથી પરંતુ કેટલાક અશ્વેત લોકો આને શ્રાપ અને કમનસીબ સમજે છે.એટલું જ નહી આ બીમારી ધરાવતા શરીરના અંગો જેમ કે હાથ,આંગળા વગરે કાપીને ઘરમાં રાખવાથી ધનવાન થવાય છે એવી માન્યતાએ દર્દીઓની ઉંઘ ઉડાડી દિધી છે.જાદુ ટોણા ધરાવતા લોકો પણ આને પ્રોત્સાહન આપતા હોવાથી પાંચ વર્ષમાં ૫૦૦ થી પણ વધુ લોકો અંગ ગુમાવી ચૂકયા છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બીમારી ધરાવનારાઓનો શિકારની જેમ પીછો કરી આવે હાથ પગ જ નહી જીભ,દાંત જે હાથમાં આવે તે કાપી લે છે.આમ અલ્બીનોની બીમારી ધરાવનારા માટે તાંઝાનિયા નર્ક બની ગયું છે.

અલ્બીનો બીમારી ધરાવનારા તાંઝાનિયામાં કબૂતરની જેમ કેમ ફફડે છે? 2 - image

આ બીમારી જીવલેણ ન હોવા છતાં અંધ વિશ્વાસના લીધે અનેક લોકોના મોત થાય છે.એટલું જ નહી આ અંગોને બજારમાં વેચીને ઘણા નાણા કમાય છે. માનવતાને શરમમાં નાખતી આ ઘટનાઓ પર અંકુશ રહયો નથી. એક માહિતી મુજબ અલબીનો બીમારીવાળાના અંગના ૫૦ થી ૬૦ લાખ રુપિયા મળે છે. આથી અલ્બીનો અને અલ્બીનીઝ બીમારી ધરાવતા સંતાનોને માતા પિતા સુરક્ષિત સ્થળે અભ્યાસ માટે મોકલે છે.

  છેલ્લા કેટલાક વર્ષોથી અલ્બીનોનો ભોગ બનેલા લોકોની મદદ માટે આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાઓ સક્રિય થઇ છે તેમ છતાં આ દૂષણ દૂર થતું નથી. બે વર્ષ પહેલા ફિલાડેલ્ફિયાની એક હોસ્પિટલમાં ઇમાનુએલ નામના છોકરાને નવા કૃત્રિમ હાથ નાખવામાં આવ્યા હતા. તાંઝાનિયાની રુતેમાના પણ હાથ અને આંગળા કાપી લેવામાં આવતા કૃત્રિમ હાથ પ્લાન્ટથી જીવાડવામાં આવી છે. દુનિયામાં દર ૨૦ હજાર વ્યકિતએ એકને જયારે તાંઝાનિયામાં પ્રતિ ૧૪૦૦ વ્યકિતએ એકને આ બીમારી જોવા મળે છે.



Tags :