For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યંગ દેખાવા માટે આ ડોક્ટર કરે છે રોજ 5 કામ, સાચી ઉંમર જાણીને થઈ જશો હેરાન

અમેરિકાના આ ડોક્ટર યંગ દેખાવા માટે વીગન ડાયટનું પાલન કરે છે

ફિટ રહેવા માટે એક્સરસાઇઝ પર પૂરેપૂરું ધ્યાન આપે છે

Updated: Mar 18th, 2023

Article Content Image

તા. 18 માર્ચ 2023, શનિવાર

એક દિવસ બધાને વૃદ્ધ થવાનું છે તે બધા જાણે છે. પરંતુ તેમ છતાં ઘણાં લોકોમાં કાયમ યંગ રહેવાની ઈચ્છા છુપાયેલી હોય છે. બાહ્ય રૂપને વૃદ્ધ થતાં કોઈ રોકી શકતું નથી. જો કે સ્વાસ્થ્યને યંગ રાખી શકાય છે. અમેરિકાના એક ડોક્ટર 63 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને હેલ્થી દેખાય છે. તેણે પોતાની ફિટનેસ પર એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં યંગ રહેવાની ઘણી ટિપ્સ બતાવવામાં આવી છે. આવું જાણીએ આ અમેરિકન ડોક્ટર યુવાન દેખાવા માટે શું કરે છે?

1. વીગન ડાયટ

અમેરિકાના આ ડોક્ટર વીગન ડાયટનું પાલન કરે છે. આ ડાયટમાં માત્ર એવી જ વસ્તુઓ ખાવામાં આવે છે જે વૃક્ષો અને છોડમાંથી જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી બને છે. આ ડાયટમાં ફાયટોકેમિકલ્સનું પ્રમાણ ઘણું વધારે છે અને ઉંમર માટે જરૂરી પોષણ યોગ્ય માત્રામાં મળતું હોય છે.

2.પ્રોટીન શેક

અમેરિકન ડોક્ટર ફિટ રહેવા માટે એક્સરસાઇઝ પર પૂરેપૂરું ધ્યાન આપે છે. જેના માટે તેમને પ્રોટીનની પણ જરૂર હોય છે. આ પ્રોટીન મેળવવા માટે તે એક્સરસાઇઝના 1 કલાક પહેલા પ્રોટીન શેક લે છે.

3.આ એક્સરસાઇઝ રાખે છે યંગ

ફિટ અને યંગ દેખાવા માટે ડૉક્ટર અઠવાડિયામાં 4-5 દિવસ એક્સરસાઈઝ કરે છે. જેના માટે તેઓ રેઝીસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરે છે, કારણ કે આ બેન્ડ ઇજાના જોખમને ઘટાડે છે. સાથે તેઓ રોડ બાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ, ટેનિસ, સ્વિમિંગ પણ કરે છે.

4.યોગા

ઉંમર વધવાની સાથે, શરીરની ફ્લેક્સીબીલીટી પર પણ ધ્યાન આપવું જોઈએ. શરીરની ફ્લેક્સીબીલીટી માટે અમેરિકન ડોકટર હોટ યોગા અને વિન્યાસ યોગ પણ કરે છે. તેનાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

5. ઊંઘ છે ખુબ જરૂરી

ડૉક્ટરે દરરોજ 7-8 કલાકની ઊંઘને ખુબ જ જરૂરી બતાવી છે. તે રાત્રે 10 વાગ્યા સુધી ઊંઘી જાય છે અને સવારે 6-7 વાગ્યે જાગી જાય છે. આ ઉપરાંત તે સૂતા પહેલા મેગ્નેશિયમ લે છે અને રૂમમાં સંપૂર્ણ અંધારું કરી સુવે છે.

Gujarat