Get The App

બમણી ઝડપે કોલેસ્ટ્રોલ વધારે છે આ 6 ફૂડ, હાર્ટ એટેકનું જોખમ વધી શકે

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
બમણી ઝડપે કોલેસ્ટ્રોલ વધારે છે આ 6 ફૂડ, હાર્ટ એટેકનું જોખમ વધી શકે 1 - image


These 6 Foods Increase Bad Cholesterol: નાસ્તાને દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે, પરંતુ નાસ્તાના બધા વિકલ્પો તમારા હૃદય માટે સ્વસ્થ નથી હોતા. જે નાસ્તો તમને પૌષ્ટિક લાગે છે, તે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. વધતા કોલેસ્ટ્રોલ લેવલના કારણે હાર્ટ એટેક અને હૃદય સબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે, જે નાસ્તો ઝડપથી અને સરળતાથી બની જાય છે તે લાંબો સમય સુધી હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ચાલો જાણીએ એ 6 ફૂડ વિશે જે તમે નાસ્તામાં ખાવો છે પરંતુ તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. 

સીરિયલ્સ

સીરિયલ્સ રિફાઈન્ડ શુગર અને આર્ટિફિશિયલ રંગોથી ભરપૂર હોય છે, જે ટ્રાઇગ્લિસરાઈડ્સ વધારે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ (HDL) ઘટાડે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે.

બેકરી પ્રોડક્ટ્સ

બેકરી પ્રોડક્ટ્સ (મફિન્સ, ડોનટ્સ) ટ્રાન્સ ફેટ અને મેદામાંથી બનાવવામાં આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે.

ફ્રાય ફૂડ

પુરી, પકોડા જેવા તળેલા નાસ્તામાં સેટ્યૂરેટેડ ફેટ અને સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે.

આ પણ વાંચો: અક્ષય તૃતિયાએ ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યાં, શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

ફુલ-ફેટ ડેરી પ્રોડક્ટ્સ

ફુલ ક્રીમ દૂધ, ચીઝ અને ક્રીમ જેવા ડેરી પ્રોડક્ટ્સમાં સેટ્યૂરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે.

વ્હાઈટ બ્રેડ

વ્હાઈટ બ્રેડ અને બેગલ્સમાં મેદો હોય છે, જે બ્લડ સુગર લેવલ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે.

પ્રી-પેકેજ્ડ બ્રેકફાસ્ટ બાર્સ

આ બાર્સમાં શુગર, અન-હેલ્ધી ફેટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રીડિઅન્ટ્સ હોય છે, જે વજન વધારી શકે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારી શકે છે.

Tags :