પેટ અને કમરથી ચરબી ઘટાડવામાં મદદ કરે છે આ 5 યોગાસન, થોડા જ દિવસમાં શરીર બનવા લાગશે સુડોળ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
પેટ અને કમરથી ચરબી ઘટાડવામાં મદદ કરે છે આ 5 યોગાસન, થોડા જ દિવસમાં શરીર બનવા લાગશે સુડોળ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 20 માર્ચ 2024 બુધવાર

જો તમે પોતાના પેટ અને કમર પર જમા ચરબીને ઘટાડવા ઈચ્છો છો તો આ માટે તમારે કોઈ જિમમાં જવાની જરૂર નથી. આ કામ તમે તમારા ઘરે અમુક સરળ યોગાસનોના અભ્યાસથી કરી શકો છો. 

કમર અને પેટની ચરબી માટે યોગાભ્યાસ

સતત બગડતી ખાણીપીણી અને દિનચર્યા આ બે એવા મુખ્ય કારણ છે જે આપણા શરીરમાં ફેટના જમા થવાનું કારણ બને છે. આજે કામના કારણે લોકોને કલાકો સુધી બેસવુ પડે છે. જે પેટ અને કમર પર જમા થઈ રહેલી ચરબીનું મોટુ કારણ બની રહ્યુ છે. જો આ ફેટ આ રીતે જ વધતુ રહે તો લાંબા સમયમાં ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમનું કારણ બની જાય છે. હેલ્થ પ્રોબ્લેમ્સની સાથે જ બહાર નીકળેલુ પેટ આપણા લુકને પણ ખરાબ કરે છે. તેથી જો તમે પોતાની હેલ્થ અને લુકને પરફેક્ટ રાખવા ઈચ્છો છો તો તમારે દરરોજ આ 5 યોગાસનોનો અભ્યાસ કરવો જોઈએ.

1. બાલાસન

બાલાસન જેને ચાઈલ્ડ પોઝ પણ કહેવામાં આવે છે. આપણા પેટ પર જમા ચરબીને ઝડપથી ઘટાડવાનું કામ કરે છે. આ સાથે જ જો તમે પોતાના જાંઘો પર જમા ફેટને ઘટાડવા ઈચ્છો છો તો બાલાસન તેના માટે સર્વોત્તમ આસન સાબિત થઈ શકે છે. આ માટે તમારે જમીન પર સૂઈને આ આસનને કરવુ જોઈએ. તેનો અભ્યાસ તમારે 5-10 મિનિટ સુધી જરૂર કરવો જોઈએ.

2. ભુજંગાસન

આને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. કમરની જિદ્દી ચરબીને ઘટાડવા માટે ભુજંગાસન એક શ્રેષ્ઠ કારગર યોગાભ્યાસ છે. તેની મદદથી તમે પેટ અને કમરને પોતાના પરફેક્ટ શેપમાં લાવી શકો છો. આ સિવાય આ આસન આપણા કરોડરજ્જુને લવચીક બનાવવાનું કામ કરે છે. આ આસન જમીન પર ઊંધા સૂઈને કરવામાં આવે છે. તેનો અભ્યાસ તમારે 100 વખત સુધી કરવો જોઈએ. 

3. પ્લેંક

પ્લેંક કે કુંભકાસન આજે ખૂબ ઝડપથી ફેમસ થતો યોગાભ્યાસ છે. તેની મદદથી આપણે પોતાના વજનને ખૂબ ઝડપથી ઘટાડી શકીએ છીએ. જો તમારુ પેટ બહાર તરફ લટકેલુ છે તો તમારે પ્લેંકનો અભ્યાસ દરરોજ કરવો જોઈએ. આ યોગાભ્યાસની ચર્ચા વિરાટ કોહલી જેવા સેલિબ્રિટી પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઘણી વખત કરી ચૂક્યા છે.

4. ત્રિકોણાસન

ત્રિકોણાસન કે ટ્રાયંગલ પોઝ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ યોગાભ્યાસ છે. તેનાથી આપણા કમરની સાઈડમાં જમા ચરબીને ઝડપથી ઘટાડી શકાય છે. આની સ્થિતિ માટે તમને સીધા ઊભુ થવાનું છે. જે બાદ તમારે પોતાના હાથોથી ક્રોસ બનાવતા પગને સ્પર્શવાના છે. આ અભ્યાસ તમારા હાથો પર જમા ચરબીને પણ ઘટાડી શકે છે.

5. ધનુરાસન

પેટ અને પીઠની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ધનુરાસન એક ખૂબ કારગર યોગાભ્યાસ છે. વેટ લોસ જર્નીને સરળ બનાવવા માટે આ યોગાભ્યાસને તમે પોતાની લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી શકો છો. તેના અભ્યાસ માટે તમારે જમીન પર કમરના બળે સૂઈ જવુ જોઈએ. તેનો અભ્યાસ તમે દરરોજ 2-5 મિનિટ સુધી કરી શકો છો.


Google NewsGoogle News