ટોનિકનું કામ કરે છે આ ડ્રાઈ ફ્રૂટ્સ, જાણો ખાવાની સાચી રીત
નવી દિલ્હી, 26 જુલાઈ 2019, શુક્રવાર
દોડધામના કારણે લોકો દિવસ દરમિયાન પોષક તત્વોથી ભરપૂર ભોજન કરી શકતા નથી. તેના કારણે તેમને સુસ્તી, થાક, રોગ વિકાર, અસમય વૃદ્ધાવસ્થા સહન કરવી પડે છે. આવી સ્થિતી હોય તેમણે પોતાની ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. આ ચાર ડ્રાય ફ્રૂટ્સ શરીરને ચુસ્ત રાખે છે અને તે શરીર માટે બેસ્ટ ટોનિક સાબિત થાય છે.
કિસમિસ
કિસમિસ એક સુપર ડ્રાય ફ્રૂટ્સ છે. તેની તારીસ ગરમ હોય છે. પરંતુ તે શરીરને અનેક રોગથી બચાવે છે. કિસમિસ ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે. તેમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરે છે. ફેંફસાની સમસ્યા હોય તો પણ કિસમિસ લાભ કરે છે. કિસમિસથી લાભ લેવો હોય તો રાત્રે 15 કિસમિસને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે તેનું સેવન કરવું. કિસમિસ પલાળેલું પાણી પણ પી જવું. 1 મહિના સુધી આમ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે. કિસમિસને પલાળી અને સવારે દૂધમાં ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે. તેનાથી રક્ત શુદ્ધ થાય છે.
ખજૂર
ખજૂર પણ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂર ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને હૃદય મજબૂત થાય છે. તેનાથી માથાની અને આંખની તકલીફ પણ દૂર થાય છે. રોજ 4થી 5 ખજૂર દૂધમાં પલાળી અને ઉકાળી પી જવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. તેનાથી રક્ત વધે છે અને સૌદર્ય પણ વધે છે.
અખરોટ
અખરોટ શરીર અને મગજ માટે પૌષ્ટિક ડ્રાય ફ્રૂટ છે. 15 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટ 3 અખરોટ ખાવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો દૂર થાય છે. તેનું સેવન કરવાથી મગજની નબળાઈ દૂર થાય છે. રોજ 10 ગ્રામ અખરોટ અને એટલી જ માત્રામાં કિસમિસ ખાવાથી શરીરને લાભ થાય છે.
બદામ
બદામના ગુણથી કોઈ અજાણ નથી. તે એક બેસ્ટે બ્રેન ટોનિક છે. 7 બદામને કાચના વાસણમાં પલાળી અને સવારે તેની છાલ ઉતારી તેને પીસી લેવી અને 250 મીલી દૂધમાં ઉમેરી તેને ઉકાળી તેમાં 1 ચમચી મધ, 2 ચમચી ખાંડ ઉમેરી પી જવું. 40 દિવસ સુધી પીવાથી યાદશક્તિ તેજ થાય છે.