80 ટકા લોકો કામ કરતી વખતે થાય છે બીમાર અને 16 ટકાનું થાય છે મોત
નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
ઓસ્ટ્રેલિયામાં પાંચમાંથી ચાર કામકાજી લોકો અસુરક્ષિત વાતાવરણમાં છે અને તેના કારણે તેઓ બીમાર, ઘાયલ થઈ રહ્યા છે. તેઓ દર્દનાક સ્થિતીઓના કારણે પીડિત પણ રહે છે. આ સર્વે 26,000 લોકો પર થયો છે અને સર્વેમાં ખુલાસો થયો છે કે અંદાજે 80 ટકા લોકો પોતાના કામના કારણે ઘાયલ, બીમાર કે બંને રહે છે. જ્યારે 16 ટકા લોકોનું કામ કરતી વખતે મોત થાય છે અથવા તો કામ સાથે સંકળાયેલી બીમારીથી તેમનું મોત થાય છે.
સર્વેમાં જે લોકોનો સમાવેશ થયો હતો તેમાંથી 47 ટકા લોકોએ જણાવ્યું કે છેલ્લા 12 માસમાં તેમને કામના કારણે દર્દનાક સ્થિતીઓનો સામનો કરવો પડ્યો હતો અને 31 ટકા લોકોએ કહ્યું કે સહકર્મિઓ, ક્લાઈંટ્સ કે ગ્રાહકો દ્વારા આપેલી ધમકી કે તેમના દ્વારા કરેલી મારપીટથી તેઓ પીડિત છે. પાંચમાંથી ત્રણ લોકોએ કહ્યું કે 12 માસથી તેઓનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રહે છે. કારણ કે તેઓ અસુરક્ષિત કામકાજી સ્થિતીઓને સુધારવામાં અસફળ રહ્યા છે.
ઈસીટીયૂના સહાયક સચિવ લિયામએ જણાવ્યાનુસાર, માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાની સ્થિતી અને મારપીટથી બચી શકાય છે. તેમના જણાવ્યાનુસાર કામકાજી લોકો પર થતી હિંસા, શોષણની સ્થિતીને રોકી શકાય છે.