તમે બાળપણમાં ઘણીવાર દોરડા કૂદવાની રમત રમ્યા હશો પણ શું તમે જાણો છો કે તે એક ખૂબ સારી કાર્ડિયો એક્સરસાઇઝ છે. તે માત્ર શરીરને ટોન નથી કરતી પરંતુ આ શરીરનો સ્ટેમીના પણ વધારે છે. એક સરેરાશ વજન વાળો વ્યક્તિ જો એક મિનિટ દોરડા કૂદે તો તેની 10 કેલેરી બર્ન થાય છે. પરંતુ જો તમે એવું વિચારો કે હું આજે જ દોરડા કૂદવાનું શરૂ કરવું અને દસ પંદર દિવસમાં જ મારું વજન ઉતરી જાય તો એ શક્ય નથી. કારણકે આવું પરિણામ મેળવવા માટે તમારે કેટલીક guidelines ફોલો કરવી પડે છે.
1. દોરડા કુદવાથી વજન ઘટવાનો આધાર એ વાત પર રહેલો છે કે શરૂઆતમાં તમારું વજન કેટલું હતું? જો વજન બહુ વધારે હોય તો તમારે થોડી વધારે મહેનત કરવી પડશે.
2. જોકે તેમાં તમારી ઉંમર અને શરીરનું મેટાબોલિઝમ પણ મહત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત બોડીને ટોન કરવા માટે માત્ર કસરતની જ નહિ પણ સંતુલિત ખોરાક અને યોગ્ય ડાયટ ની જરૂર હોય છે એ પણ યાદ રાખવું જોઈએ
3. દોરડા કૂદવાથી માત્ર વજન નથી ઉતરતું પરંતુ બીજા અનેક ફાયદાઓ પણ થાય છે. રોજે દોરડા કૂદવાથી વ્યક્તિનું હૃદય મજબૂત બને છે. પરિણામે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
4. દોરડા કુદવા થી એટલે કે જમ્પિંગ રોપ થી કોઈપણ ડાઇટ વિના બેલી ફેટ ઘટે છે. આ ઉપરાંત તેનાથી બેલેન્સ અને કો-ઓર્ડિનેશન પણ સુધરે છે.
5. દોરડા કૂદવા એ માત્ર કાર્ડિઓ એક્સર્સાઈઝ નથી, પરંતુ આખા શરીરની એક્સર્સાઈઝ છે. તમારું આખું શરીર એક્ટિવ થાય, તમારા ખભા, હાથ, પગ એન્ગેજ થાય છે.


