ઘરમાં ગંદા જૂતાં પહેરવાતી નથી થતી આ બીમારી
બાળપણથી જ આપણને ઘર સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો બાળકો ઘરમાં ગંદા જૂતાં પેહરીને આવે તો એમને પણ ધમકાવી નાંખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગંદા જૂતાના ઉપયોગથી કેટલીક બીમારીઓ દૂર રહે છે. જેમાં એક તો જીવલેણ બીમારી અસ્થમા પણ છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમારું બાળક ક્યારેક ઘરમાં ગંદા જૂતા પહેરીને આવે તો એને ધમકાવશો નહીં કારણ કે આમ કરીને તે અસ્થમાથી બચી શકે છે. એક નવી શોધમાં કહેવાયું છે કે ઘરમાં ગંદા જૂતાં પહેરવાથી બાળકોને અસ્થમા નથી થતો. એનું કારણ છે કે અસ્થમાના બેક્ટેરિયા માટીમાં લચીલા થઇ જાય છે.
માટીમાં અનેક પ્રકારની જીવધારી સંરચનાઓ હોય છે, જે બાળકોને અસ્થમાની બીમારીથી બચાવે છે. આ અંગે સંશોધકોએ જણાવ્યું છે કે આ વાતને સાબિત કરવા માટે ફિનલેન્ડ અને જર્મનીના 1400 પરિવારોના ઘરમાંથી બેક્ટેરિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એમાં જે જાણવા મળ્યું એ પછી નિષ્ણાંતો એવા તારણ પર આવ્યાં એ છે કે જો બાળકો ઘરમાં ગંદા જૂતા પહેરીને આવે તો તેમને અસ્થમા થવાનું જોખમ ઘટી જાય છે. આટલું જ નહીં જે ઘરમાં વધારે ભાઈ-બહેન હોય ત્યાં પણ અસ્થમા થવાનું જોખમ ઓછું હોય છે.