Get The App

નિયમિતપણે ભોજનમાં સામેલ કરો આ ફૂડ: લોહી શુદ્ધ થશે અને ચહેરા પર પણ આવશે ગ્લો

Updated: Jul 29th, 2023

GS TEAM

Google News
Google News
નિયમિતપણે ભોજનમાં સામેલ કરો આ ફૂડ: લોહી શુદ્ધ થશે અને ચહેરા પર પણ આવશે ગ્લો 1 - image


                                                    Image Source: Wikipedia

અમદાવાદ, તા. 29 જુલાઈ 2023 શનિવાર

આપણા શરીરમાં લોહીનું હોવુ ખૂબ જરૂરી છે તે પણ શુદ્ધ લોહીનું. કેમ કે લોહીમાં અશુદ્ધતા તમને ઘણા પ્રકારની બીમારી આપી શકે છે. તમને ખીલ વગેરે થઈ શકે છે. તમારા આંતરડાનું આરોગ્ય બગડી શકે છે. તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ઈમ્યૂનિટી પણ કમજોર થઈ શકે છે. થોડુ ઘણુ ચાલો તો પણ શ્વાસ ચઢી શકે છે. આ તમામ સમસ્યાઓ લોહીમાં અશુદ્ધતાના કારણે થાય છે. જેની પાછળ ઘણા કારણ છે. જેમ કે ખરાબ ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ, પર્યાવરણમાં હાજર પ્રદૂષણ.

લોહી શુદ્ધ કરવાના ઉપાય

1. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે લોહીમાં જમા ટોક્સિંસ ને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તમે સવારે કાલી પેટ 4 થી 5 લીમડાના પાન ચાવી શકો છો, આનાથી લોહી શુદ્ધ કરવામાં મદદ મળે છે. 

2. ગોળનો એક ટુકડો ખાઈને પણ તમે લોહીને શુદ્ધ કરી શકો છો. ગોળ આયર્નનો સૌથી સારો સ્ત્રોત છે. આ હીમોગ્લોબિનના લેવલને પણ મેન્ટેઈન રાખે છે. આ બ્લડને પણ શુદ્ધ કરે છે. ગોળ જેટલો જૂનો હોય છે એટલો જ શુદ્ધ હોય છે. તમે જૂના ગોળનું સેવન કરી શકો છો. 

3. તમે હળદરના સેવનથી પણ લોહીને શુદ્ધ કરી શકો છો. આમાં એન્ટીઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં હોય છે. આમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. 

4. ખાંસી, શરદીને મટાડવા માટે તમે જે તુલસીનો ઉપયોગ કરો છો તેનાથી લોહીને પણ શુદ્ધ કરી શકાય છે. તમે દરરોજ સવારે તુલસીના પાંચથી છ પાન ચાવી શકો છો તમે ચા માં તુલસીના પાંદડા નાખીને પણ તેનું સેવન કરી શકો છો. 

5. સફરજનનું વિનેગર પીવાથી પણ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ મળે છે. આનાથી લોહી શુદ્ધ થાય છે. આ માટે તમે દરરોજ સવારે ખાલી પેટ સફરજનના વિનેગરનું સેવન કરો. 

6. તમે લસણનું પણ સેવન કરી શકો છો. ખાલી પેટ લસણનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ લોહી પણ સ્વચ્છ થાય છે. લસણની કળી ખાવાથી ફંગલ ઈન્ફેક્શનની શક્યતાઓ પણ ઓછી થાય છે. 

Tags :