આ ટેવોથી વધે છે કિડનીના કેન્સરનું જોખમ
કોઈપણ રોગ આપણી જીવનશૈલીને લીધે થાય છે. આપણે લાઈફસ્ટાઈલનું સરખું ધ્યાન નહી રાખીને અનેક પ્રકારની શારીરિક તકલીફોનો ભોગ બનીએ છીએ.
આમ તો આજકાલ કેન્સરનો ઇલાજ શોધાઈ ગયો છે પણ તે બહુ ખર્ચાળ અને પીડાદાયક છે. તેથી જરૂરી એ છે કે આપણે આવી બીમારી થાય જ નહીં તેની સાવચેતી રાખીએ. આ માટે જીવશૈલી અને ખાણીપીણીમાં સુધારો કરવો જરૂરી છે. કારણકે ખોટી ખાણીપીણીની કિડની પર અસર થાય છે અને કિડની સરખી રીતે લોહી ફિલ્ટર નથી કરી શકતી. આવું થાય ત્યારે લોહીમાં રહેલા ખરાબ પદાર્થો અને ઝેરી પદાર્થો ભેગા થઇને કિડની અને અન્ય અંગોને નુકસાન કરે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે રોજની કેટલીક કુટેવો કિડનીના કેન્સરનું કારણ બની શકે છે. આ ટેવોમાં સ્મોકિંગ, આલ્કોહોલ , હાઈ બીપી, સ્થૂળતા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓને શામેલ કરવામાં આવી છે. જેમાં સૌથી ખતરનાક સ્મોકિંગની ટેવ હોય છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેમને કેન્સર થવાનું જોખમ 50 ટકા વધારે હોય છે. આ સિવાય કિડનીમાં કેન્સરનું બીજું કારણ આલ્કોહોલ હોય છે.