હૃદયની બીમારીઓથી અખરોટ બચાવે છે, પેટમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં લાભદાયી
અમદાવાદ,તા.22 જાન્યુઆરી 2020 બુધવાર
અખરોટ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે. અખરોટના સેવનથી હ્ય્દય સંબંધી બિમારીઓ દૂર રહે છે, ઉપરાંત મગજ પણ તેજ બને છે. ત્યારે એક નવા સંશોધન પ્રમાણે અખરોટ પેટના સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાયી છે. જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રક્શિત આ સંશોધન પ્રમાણે દરરોજ ૨ કે ૩ અખરોટ ખાવાથી હ્ય્દય તો સ્વસ્થ રહે જ છે, પણ સાથે જ પેટનું સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહે છે. અખરોટને તમે નાસ્તાના સમયે પણ ખાઇ શકો છો.
અખરોટમાં મોનોસેચુરેટેડ ફેટ, પોલીસેચુરેટેડ ફેટ અને ઓમેગા ૩ જેવા તત્વો હોય છે. આ ત્રણે તત્વો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. જેથી તેને હ્ય્દય માટે ઘણું લાભદાયી ગણવામાં આવે છે. ઘણા સંશોધનમાં સાબિત પણ થયું છે કે અખરોટના સેવનથી કાર્ડિયોવસ્ક્યુલર બીમારીઓ જેવી કે સ્ટ્રોક, હાર્ટ એટેક વગેરેનું જોખમ ઘટાડે છે.
આ સિવાય અખરોટ પ્રોટીનનો પણ ઘણો સારો સ્ત્રોત હોય છે. અખરોટ આંતરડાઓમાં શરીર માટે ફાયદાકારક બેક્ટેરિયાની વૃદ્ધિમાં મદદ કરે છે. જેને ગટ માઇક્રોબાયોમ પણ કહેવામાં આવે છે. આ સંશોધન ૪૨ લોકો પર કરવામાં આવ્યું છે. જેમાં સાબિત થયું છે કે રોજ અખરોટના સેવનથી પેટ અને હ્ય્દયનું સ્વાસ્થ્ય સારું રહે છે.