આ નીતિના કારણે ભારતમાં ભોજનની ખામીથી થતા મૃત્યુનો ઘટશે આંકડો
નવી દિલ્હી, 2 જૂન 2019, રવિવાર
ગત વર્ષમાં વિશ્વ ભૂખ સૂચકઆંકમાં ભારતની ખરાબ રૈંકિંગ બાદ નિષ્ણાંતોએ સરકારને દેશમાં ભોજનની ખામીથી થતા મોતનો આંકડો ઘટે તે માટે પોષણ નીતિ લાવવાનો આગ્રહ કર્યો છે. તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વૈશ્વિક સ્તર પર માત્ર ખરાબ આહારના કારણે 1.1 કરોડથી વધારે લોકોના મોત થાય છે. એપ્રિલમાં પણ જાહેર થયેલા આંકડા અનુસરા ખરાબ આહારના કારણે ભારતમાં વર્ષે કરોડો લોકોના મોત થાય છે.
આ અધ્યયનમાં 195 દેશોમાં 1990થી 2017 સુધીમાં 15 આહાર કારકોની ખપતના આંકડા પર નજર રાખવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે ભારત પ્રતિ એક લાખ લોકોમાં 310 મોત સાથે 118 સ્થાન પર છે. નિષ્ણાંતોનું માનવું છે કે સરકારને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રમાં રહેતા લોકોની પૌષ્ટિક ભોજન સુધી પહોંચ વધે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
એક વરિષ્ઠ નિષ્ણાંતના જણાવ્યાનુસાર ભારત એક ઉચિત પોષણ ખાદ્ય નીતિ મામલે વિફલ રહ્યું છે. ખરાબ આહારમાં વિટામિન, પ્રોટીન, ફેટ, ખનિજ અને અન્ય પોષક તત્વોની ખામી હોય છે જેના કારણે તેમને જરૂરી પોષણ મળતું નથી.