mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તમને પણ જો વધુ મગફળી ખાવાની આદત છે તો ચેતી જજો

વધુ પડતું સીંગનું સેવન બની શકે છે નુકસાનકારક

Updated: Jan 4th, 2023

તમને પણ જો વધુ મગફળી ખાવાની આદત છે તો ચેતી જજો 1 - image


તમારામાંથી ઘણાને સીંગ ખુબ જ ભાવતી હશે પણ વધારે માત્રામાં સીંગ ખાવાથી તેનો સ્વાદ નુકસાનમાં બદલાઈ શકે છે. આથી જો તમને પણ મગફળી ખાવાની આદત હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણે મગફળીથી દુર રહેવું જોઈએ. 

જે લોકોને પેટ સંબંધી સમસ્યા કાયમ રહેતી હોય તેમણે સીંગથી દુર રહેવું જોઈએ કારણકે તેનાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. 

મગફળી એ ખાલી સ્વાદ જ નહિ પરંતુ લોકોના ઈમોશન સાથે જોડાયેલી છે, એવું કહેવાય છે કે સીંગ એક એવું માધ્યમ છે કે લોકોને જોડે છે. લોકો એકલા ખાવાને બદલે મોટા ભાગે શેર કરીને સીંગ ખાવાનું પસંદ કરતા હોય છે. વાતો કરતા મગફળી ખાવાની જે મજા આવે છે તે મજા જ કંઇક અલગ હોય છે. મિત્રો સાથે તેનો સ્વાદ જ કંઇક અલગ હોય છે પણ જો તે વધારે માત્રામાં ખાવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે અને તે નુકસાનકારક સાબિત થાય છે. આથી જ મગફળીના સેવન વખતે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. આમાં તમે આપને જણાવીશું કે કોણે મગફળીનું સેવન ન કરવું જોઈએ. 

કોણે મગફળીનું સેવન ન કરવું જોઈએ?

1. જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તેમણે પણ મગફળીને હાથ ન લગાવવો જોઈએ. કારણકે તેનાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે.
2. વધુ માત્રામાં મગફળીના સેવનથી લીવરને લગતી સમસ્યાઓ પણ વધી શકે છે. જે લોકોને લીવરની બીમારી છે તેમણે પણ સિંગથી દુર રહેવું જોઈએ કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે.
3 .મગફળી તૈલીય હોય છે જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો સ્કીન એલર્જી થવાની સંભાવના રહે છે. જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે સીંગથી દુર રહેવું જોઈએ.
4. આ ઉપરાંત પણ સીંગદાણાથી ગેસની સમસ્યા થાય છે આથી પણ તેનું સેવ ઓછી માત્રામાં કરવું જોઈએ.       
5. જો તમારું વજન વધારે હોય તો તમારે મગફળીનું સેવન ટાળવું જોઈએ. સીંગમાં કેલરી વધારે હોય છે જેનાથી વજન વધવાની શક્યતા રહેલી છે. 

Gujarat