વધારે પડતા ફળ-ફળાદી પણ વધારી શકે છે વજન
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2019 રવિવાર
આપણે વર્ષોથી એવું સાંભળતા આવ્યા છીએ કે શાકભાજી અને ફળફળાદી ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. જોકે તાજેતરમાં જ થયેલા અભ્યાસમાં સામે આવી છે કે વધારે પડતા શાકભાજી કે ફળ ખાવાથી વજનમાં વધારો થાય છે. તેથી તેથી આપણે એ જાણી લેવું જોઈએ કે હેલ્થ માટે એવા આ ફળ અને શાકભાજીનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ. પ્રમાણસર સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને હેલ્થ પણ સારી રહે છે.
સંશોધકોનું કહેવું છે કે નિયમો જંકફૂડ પર લાગુ થાય છે તે જ નિયમ હેલ્ધી ફૂડના ઓવર ઇટીંગ પર લાગુ થાય છે. વજનમાં વધ - ઘટ થવાનો આધાર તમે કેટલી એનર્જી લો છો અને કેટલી એનર્જી વાપરો છો તેના પર હોય છે.
સંશોધકોએ કહ્યું કે અમારી પાસે એવા ઘણા લોકો આવે છે જે કહે છે કે એમને વજન વધવાનું કારણ સમજાતું નથી. તપાસમાં પેશન્ટ કહે છે કે તેઓ આખો દિવસ ફળો જ ખાય છે. અમે જ્યારે પેશન્ટને તમે કેટલા ફળ ખાવ છો તેના પર ધ્યાન આપો એમ કહ્યું ત્યારે તેમને બહુ નવાઈ લાગી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આમ થવાનું કારણ તેમાં રહેલું પાણી અને ફાઈબર છે જે આપણા શરીરમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ અમે તેમને વટાણા, ભુટ્ટા અને બટાકા જેવા ભરપૂર સ્ટાર્ચ વાળા શાકભાજી ખાવાની ના પાડી. જે ફૂડ પર ફેટ ફ્રી કે લૉ ફેટનું લેબલ લાગેલું હોય તે પણ ચિંતાજનક હોય છે.
ઘણીવાર ભૌતિક હોવાનો દાવો કરતા આવા ફૂડમાં શુગર અને કૅલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આમાં તમારી તમારી જરૂરી માત્રા નું પ્રમાણ ધ્યાન રાખવું જોઈએ અને તે મુજબ જ પદાર્થો ખાવા જોઈએ. આમ ના કરનારનું વજન ઝડપથી વધી શકે છે.