બટેટાનો રસ સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન, જાણો તેના લાભ વિશે
નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2019, મંગળવાર
વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો અને અથાગ મહેનત કરતા લોકો માટે આ ઉપાય રામબાણ સાબિત થઈ શકે છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકો જો બટેટાનો રસ પીવાનું રાખે તો તેનાથી તુરંત વજનમાં ઘટાડો થઈ શકે છે. બટેટાના રસમાં પ્રોટીન, પોટેશિયમ, આયરન, ફોસ્ફરસ, કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન એ,બી, સી હોય છે. નિયમિત રીતે સવારના નાસ્તા પહેલા બટેટાનો રસ પીવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટની તકલીફ પણ દૂર થાય છે. તેના માટે કાચા બટેટાને પીસી અને તેનો રસ કાઢવો.
1. બટેટાનો રસ હૃદયની બીમારીઓને અને સ્ટ્રોકનું જોખમ ટાળવા માટે બેસ્ટ દવા છે. તેનાથી બ્લોકેજ દૂર થાય છે અને ટ્યૂમર પણ વધતું અટકે છે.
2. કિડનીની બીમારીઓની સારવાર પણ બટેટાના જ્યૂસથી કરી શકાય છે. તે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
3. બટેટાનો રસ પીવાથી સાંધાનો દુખાવો અને સોજો દૂર થાય છે. જેમને આર્થરાઈટિસની તકલીફ હોય તેમણે દિવસમાં 2 વાર બટેટાનો રસ પીવો જોઈએ. તેનાથી શરીરમાં રક્તપરીભ્રમણ વધે છે.
4. લિવર અને ગોલ બ્લેડરની ખરાબીને શરીરમાંથી કાઢવા માટે બટેટાનો રસ પીવાથી લાભ થાય છે. જાપાની લોકો હેપેટાઈટિસથી છૂટકારો મેળવવા માટે પણ બટેટાનો રસ પીવે છે.
5. લાંબા વાળની ઈચ્છા હોય તેમણે પણ બટેટાનો રસ નિયમિત રીતે પીવો અને તેમાંથી માસ્ક બનાવી તેનો ઉપયોગ કરવો. માસ્ક બનાવવા માટે બટેટાના ટુકડા કરી તેની પેસ્ટ બનાવી તેમાં મધ અને ઈંડાનો સફેદ ભાગ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. તેને 2 કલાક રાખી અને શેમ્પૂ કરો.