જાણો કયા કારણોથી નવજાત શિશુ થાય છે જીકા સિંડ્રોમનો શિકાર
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2020, બુધવાર
નવજાત શીશુમાં જન્મજાત જોવા મળતા જીકા સિંડ્રોમના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. બાળકોમાં થતી આ સમસ્યાનું કારણ માતાઓનો ખરાબ આહાર હોવાનું સામે આવ્યું છે. જન્મજાત જીકા સિંડ્રોમ જીકા વાયરસ સાથે જોડાયેલા જન્મજાત સંક્રમણ સંબંધી વિકૃતિઓને સંદર્ભિત કરે છે. આ સિંડ્રોમના કારણે વ્યક્તિના જીવન પર ખરાબ પ્રભાવ પડે છે.
આ સિંડ્રોમમાં વિનાશકારી સ્થિતિઓ સર્જાય છે. જેમાં સ્મોલર અને અનફોલ્ડિડ મગજ, રેટિનલ અસામાન્યતાઓ, હૃદયના વધેલા વેંટ્રિકલ, મગજમાં ઈંટર હેમિસફેરિક કનેકશનની ખામીનો સમાવેશ થાય છે.
આ અધ્યયનમાં જાણવા મળ્યું કે જેડઆઈકેવી જન્મજાત સંક્રમણ કેટલાક કારણોના લીધે ભયાનક થઈ જાય છે. જેમાં પર્યાવરણીય સહકારક અને પ્રોટીનની ખામી મુખ્ય છે. આ વાયરસથી મગજ અને રક્ત વાહિકાઓના વિકાસ પ્રભાવિત થાય છે.