FOLLOW US

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

Updated: Jun 28th, 2022


- ‘પાણીપુરી’ ખાવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ હોય છે...

કાઠમંડુ, તા.28 જૂન, 2020

ભારતમાં ખાસ કરીને ગુજરાતના લોકોને વિવિધ જાતની વાનગીઓ ખાવાનો જબરો શોખ છે, તેમાંય જ્યારે ‘પાણીપુરી’ ખાવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ હોય છે. પરંતુ ભારતના જ એક પડોશી દેશમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પણ એક નાના અમથાં કારણસર..., તો ચાલો જાણીયે...

અમે વાત કરી રહ્યા છે ભારતની ઉત્તર દિશામાં આવેલા પડોશી દેશ નેપાળની. નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એટલુ મોટુ નથી જેટલુ તમે માની રહ્યા છો.   

હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી અધિકારીએ કડક પ્રતિબંધ મૂક્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘પાણીપુરી’ના પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ કારણે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ શહેરમાં ‘પાણીપુરી’ના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવા વિનંતી કરી છે, કારણે કે વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધી જાય છે. 

Gujarat
English
Magazines