ફોન બનાવનારે આના ફાયદાઓ વિશે વિચારીને જ એની શોધ કરી હશે પરંતુ દરેક વસ્તુની બે બાજુ હોય છે. તેમ મોબાઈલનું પણ છે.ફોનથી બે માણસ વચ્ચેનું અંતર ઘટ્યું છે પરંતુ તેના વધારે પડતા ઉપયોગને લીધે લોકોની જીવનશૈલી પણ ઘણો નકારાત્મક પ્રભાવ પડ્યો છે.
એડોબના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દેશના મોટાભાગનો યુવાવર્ગ નોમોફોબિયાથી પીડીત છે. 10માંથી આશરે 3 લોકો એક સતત સાથે એક કરતાં વધારે ઉપકરણોનો ઉપયોગ કરે છે અને પોતાના 90 ટકા કામો આ ઉપકરણો સાથે રાખીને કરે છે.
રિસર્ચમાં કહેવાયું છે કે 50 ટકા લોકો મોબાઈલની ગતિવિધિ શરૂ કર્યા પછી કોમ્પ્યુટરપર કામ શરૂ કરે છે. વધારે મોબાઈલ વાપરવાથી ગરદનમાં દુખાવો, આંખો સુકાઈ જવી, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અને અનિદ્રાનું કારણ બની શકે છે.
આ અંગે નિષ્ણાંતો કહે છે કે મોબાઈલમાં આવતા નોટિફિકેશન, વાઈબ્રેશન અને અન્ય એલર્ટ આપણને વારંવાર તેને જોવા પ્રેરિત કરે છે. આના લીધે આપણે સ્વયંને ફોન જોતાં અટકાવી શકતાં નથી અને સ્માર્ટફોનની લત વધતી જાય છે. તેથી સ્માર્ટફોનના સેટિંગ્સમાં જઇને નોટિફિકેશન બંધ કરી દેવા જોઈએ જેથી વારંવાર ફોન જોવાથી બચી શકાય.


