મળી ગયી છે લાંબી ઉંમરની ફોર્મ્યુલા, આનાથી 100 વર્ષ જીવવું પણ શક્ય છે


-જંક ફુડની જગ્યા એ ઉપયોગ કરો પ્લાન્ટ્સ આધારિત આહારનો 
-રેડ મીટ, રિફાઈન્ડ અનાજ, અને ખાંડના ઉપયોગને ટાળો  

નવી દિલ્હી,તા. 26 ઓક્ટોબર બુધવાર

તમને જીવનમાં ઘણી વખત 'જુગ જુગ જિયો' ના આશીર્વાદ મળ્યા હશે, પરંતુ આટલું લાંબુ જીવન કેવી રીતે જીવી શકાય? નિષ્ણાતો કહે છે કે 100 વર્ષ જીવવું શક્ય છે. તમારે ફક્ત તમારા આહારમાં સુધારો કરવો પડશે. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના પ્રોફેસર રોજલિન એન્ડરસન અને યુએસસી લિયોનાર્ડ ડેવિસ સ્કૂલના પ્રોફેસર વોલ્ટર લોન્ગોએ છેલ્લા 10 વર્ષોમાં પોષણ પરના લાખો સંશોધનોનો અભ્યાસ કર્યો છે. સંશોધકોએ પણ ડાર્ક ચોકલેટને લાબું જીવન જીવવા માટે મહત્વપૂર્ણ ગણાવી છે. તેમના મતે, તમારી રોજની કેલરીમાંથી 30% નટ્સ, ઓલિવ તેલ અને કેટલીક ડાર્ક ચોકલેટમાંથી આવવી જોઈએ.


સંશોધકો એ પણ ભલામણ કરે છે કે રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ તેમજ રિફાઈન્ડ અનાજ અને ઉમેરવામાં આવેલ ખાંડને ટાળવું શ્રેષ્ઠ છે. તમે પ્રોસેસ્ડ ફૂડને બદલે પ્લાન્ટ્સ આધારિત આહાર લઈને તમારા જીવનમાં 10 વર્ષ ઉમેરી શકો છો. સંશોધકો એવું પણ સૂચવે છે કે, પ્રોટીનનું સેવન મર્યાદિત કરવાથી જીવન લંબાવવામાં મદદ મળી શકે છે.

ખરેખર, ઘણા પ્રકારના પ્રોટીન અને એમિનો એસિડ હોર્મોનનું ઉત્પાદન વધારે છે અને શરીરની જૈવિક પ્રક્રિયાઓને ઝડપી બનાવે છે. જેના કારણે શરીર ઝડપથી બગડે છે. સંશોધકો તૂટક તૂટક ઉપવાસ અને એક કરતાં વધુ દિવસ ઉપવાસ કરવાની પણ ભલામણ કરે છે. તેમના મતે, દરરોજ 11 થી 12 કલાકના ગેપ સાથે ખાવું અને બાકીના 12 કલાક ઉપવાસ કરવો વધુ સારું છે. દર 3 થી 4 મહિનામાં એક કરતાં વધુ દિવસ ઉપવાસ કરવાથી પણ મદદ મળી શકે છે. 

City News

Sports

RECENT NEWS