કિડની ફેલ થતાં પહેલા આંખો 5 ચેતવણી આપે છે! જરાય અવગણના ન કરશો નહીંતર..
Kidney Faliure Symptoms: કહેવાય છે કે આંખો ઘણું બધું કહી જાય છે. તેમાં જોઈને ન માત્ર કોઈના હૃદયમાં છુપાયેલ પ્રેમ કે પીડા જાણી શકાય, પરંતુ ઘણી બીમારીઓ પણ જાણી શકાય છે. તમારી આંખો શરીરના સ્વાસ્થ્ય વિશે એક કે બે નહીં પણ ઘણા રહસ્યોનો ખુલાસો કરી શકે છે. આ નાની-મોટી બીમારીઓની સાથે-સાથે કિડનીની ગંભીર બીમારીના પણ ઘણા સંકેત આપે છે, જેને મોટા ભાગે લોકો ઈન્ફેક્શન સમજીને અવગણે છે.
જો આંખોમાં વારંવાર સોજો, લાલાશ, ઝાંખી દ્રષ્ટિ અથવા રંગો ઓળખવામાં મુશ્કેલી થતી હોય, તો તેને હળવાશથી ન લો. આ નાના ફેરફારો કિડનીની બીમારીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આ લક્ષણોને સમયસર ઓળખવાથી તમારી આંખો અને કિડની બંનેને ફેલ થતા બચાવવામાં મદદ મળી શકે છે. ચાલો આ લક્ષણો વિશે જાણીએ.
આંખોમાં સતત સોજો
ઓછી ઊંઘ લીધા પછી અથવા ખારો ખોરાક ખાધા પછી આંખોમાં સોજો આવવો સામાન્ય છે, પરંતુ જો આખો દિવસ સોજો રહે તો તે કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે. પેશાબમાં પ્રોટીન લીક થવાથી આંખોમાં સોજો આવી શકે છે, જેના કારણે આંખોની આસપાસ લિક્વિડ પદાર્થ જમા થાય છે.
ઝાંખુ દેખાવું અથવા ડબલ વિઝન
જો તમને અચાનક ઝાંખુ કે ડબલ દેખાવા લાગે, તો તે હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસને કારણે આંખોના બ્લડ વેસલ્સને થયેલા નુકસાનને કારણે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ બંને કિડનીની બીમારી સાથે સંકળાયેલા છે.
આંખોમાં ડ્રાયનેસ અને ખંજવાળ
જો તમારી આંખોમાં ડ્રાયનેસ રહે છે અને વારંવાર ખંજવાળ આવે છે, તો આ કિડનીની ગંભીર બીમારી અથવા ડાયાલિસિસ દરમિયાન થઈ શકે છે. આ મિનરલ્સના અસંતુલન અથવા શરીરમાં ગંદકી જમા થવાના કારણે થાય છે.
આંખો લાલ રહેવી
લાલ આંખો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા લ્યુપસ જેવી ઓટો-ઈમ્યુન બીમારીના કારણે થઈ શકે છે, જે કિડની પર ખરાબ અસર કરે છે. જો આંખોમાં લાલાશ સાથે સ્નાયુઓમાં દુખાવો, સોજો અથવા ફોલ્લીઓ હોય, તો તે કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે.
રંગ ઓળખવામાં મુશ્કેલી
કિડનીની સમસ્યાઓના કારણે વાદળી અને પીળા રંગો સ્પષ્ટ રીતે ઓળખવામાં મુશ્કેલી પડી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા ગંદકી ઓપ્ટિક નર્વ અથવા રેટિનાને નુકસાન પહોંચાડે છે.