જંકફૂડથી વજન જ નહીં આ બીમારીઓ પણ વધશે
આજકાલ લોકો વારંવાર બહાર જમવાનું પ્રીફર કરે. જેમાં જંકફૂડનો નંબર પહેલો આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જંકફૂડથી વજન વધે છે પરંતુ તાજેતરમાં રિસર્ચમાં સામે આવ્યું છે કે એનાથી માત્ર વજન જ નથી વધતું સાથે સાથે મગજને લગતાં રોગો પણ થાય છે.
આની સમજણ આપતાં કહ્યું છે કે સંતૃપ્ત ચરબી લોહી દ્વારા મસ્તિષ્કમાં પ્રવેશે છે અને મસ્તિષ્કના હાઈપોથેલેમસ નામના ભાગને પ્રભાવિત કરે છે. જે ભાવનાઓને નિયંત્રિત કરે છે અને એનાથી હતાશાના ચિહ્નો દેખાવા લાગે છે.
આ સ્ટડી ઉંદરો પર કરવામાં આવ્યો. જેમાં તેમને થોડાં દિવસો જંક ફૂડ આપવામાં આવ્યું. થોડાં દિવસો પછી તપાસ કરી તો એમના મગજમાં તણાવ ઉત્પન્ન થયેલો દેખાયો, શોધ પછી યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના વૈજ્ઞાનિકોએ કહ્યું કે એમાં સ્થૂળતા અને ડિપ્રેશન વચ્ચેની લિંક જોવા મળી અને એ પણ જાણવા મળ્યું કે હતાશાને રોકતી દવાઓ સામાન્ય વજનના લોકો કરતાં સ્થૂળ લોકો પર અસર કેમ કરે છે.
આ બધા અભ્યાસોના તારણોનું વિશ્લેષણ કરીને સંશોધકોએ એ વાતની પુષ્ટી કરી છે કે તણાવ થવામાં પણ જંક ફૂ઼ડ જવાબદાર હોય છે. શોધકર્તાઓએ કહ્યું કે પરિણામોથી હતાશાગ્રસ્ત સ્થૂળ લોકોની યોગ્ય સારવારમાં મદદ મળશે.