mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

White Rice: ભાત વિના અધૂરુ છે તમારુ ભોજન? તો જાણી લેજો આ જરૂરી બાબતો નહીંતર...

Updated: Nov 13th, 2023

White Rice: ભાત વિના અધૂરુ છે તમારુ ભોજન? તો જાણી લેજો આ જરૂરી બાબતો નહીંતર... 1 - image


                                                    Image Source: Wikipedia

અમદાવાદ, તા. 13 નવેમ્બર 2023 સોમવાર

સફેદ ચોખા સમગ્ર દુનિયામાં મુખ્ય ખોરાક છે, તેને ઘણા પ્રકારે રાંધીને ખાવામાં આવે છે. આ ફૂડ તમને ઉર્જા આપે છે અને તમારા શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખે છે. આપણામાંથી ઘણા લોકો છે જે પોતાના દરરોજના ભોજનની કલ્પના વ્હાઈટ રાઈસ વિના કરી શકતા નથી. 

સફેદ ચોખાનું વધુ પડતુ સેવન નુકસાનકારક

1. ડાયાબિટીસનું જોખમ

વ્હાઈટ રાઈસ તે ફૂડ સોર્સ પૈકીના એક છે જેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ખૂબ વધુ હોય છે. તેનું પ્રમાણ જેટલુ વધુ હશે આ બ્લડ શુગર એટલુ જ વધારી દેશે. તેથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આ કારણસર તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવુ જોઈએ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ તેને ટાળવુ જોઈએ. 

2. વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ

સફેદ ચોખાને જ અન્ય અનાજોની તુલનામાં લઘુતમ પોષણ સામગ્રી તરીકે જોઈ શકાય છે. આ ફાઈબર, વિટામિન અને મિનરલ્સનો રિસ સોર્સ નથી જે શરીરને યોગ્યરીતે કામ કરવા માટે જરૂરી છે. યોગ્ય સ્તરે આ પોષક તત્વની ઉણપથી હાડકા, દાંત અને ઘણા અન્ય પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ આ તમારી શારીરિક રોગ પ્રતિકારક શક્તિને કમજોર કરી શકે છે. તેથી સમગ્ર અનાજ ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે.

3. વજન વધવાનું જોખમ

સફેદ ચોખા પોતાના એનર્જી લેવલના કારણે વજન વધારી શકે છે. આમાં ખૂબ વધુ કેલેરી હોય છે જો તમે આને વધુ પ્રમાણમાં ખાવ છો, તો આ તમારા પેટ અને કમરની ચરબી વધારી શકે છે. જે લોકો પોતાનું વજન ઝડપથી ઘટાડવા માંગે છે તેઓ ડાયટીશિયનને પૂછીને આનું પ્રમાણ નક્કી કરે કેમ કે જો તમે એવુ ન કર્યુ તો તમામ પ્રયત્નો છતાં વજન ઘટાડવો મુશ્કેલ થઈ જશે. 

4. કબજિયાતની સમસ્યા

સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછુ હોય છે. જેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ફાઈબર આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે, કેમ કે આ ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાતથી બચાવ કરવામાં મદદરૂપ હોય છે. જો તમે સફેદ ચોખાનું સેવન કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમે આની સાથે અન્ય ફાઈબર યુક્ત ખોરાક પણ લો જેમ કે દાળ, શાકભાજી અને અન્ય અનાજ.

Gujarat