Get The App

બાળકો માટે ખતરનાક છે ચિકનપૉક્સનો નવો વેરિયન્ટ? જાણો તેના લક્ષણો અને બચાવ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
બાળકો માટે ખતરનાક છે ચિકનપૉક્સનો નવો વેરિયન્ટ? જાણો તેના લક્ષણો અને બચાવ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

ચિકનપોક્સ એક સંક્રમક બીમારી છે, જે વેરિસેલા-જોસ્ટર વાયરસના કારણે થાય છે. વિજ્ઞાનીઓને આ જીવલેણ ચિકનપોક્સનો નવો વેરિયન્ટ ભારતમાં મળ્યો છે. ચિકનપોક્સના આ વેરિયન્ટને ક્લેડ 9 કહેવામાં આવી રહ્યો છે. વેરીકેલા જોસ્ટર વાયરસ દ્વારા ફેલાતી આ બીમારી ભારતમાંથી પહેલા અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશોમાં ફેલાઈ ચૂકી છે. ચિકનપોક્સના નવા વેરિયન્ટનો મામલો ભારતમાં મળ્યા બાદ લોકો ચિંતામાં આવી ગયા છે. 

શું ખાંસી ખાવાથી અને છીંકવાથી પણ ચિકનપોક્સ ફેલાય છે?

ચિકનપોક્સનો વાયરસ ખાંસી ખાવાથી અને છીંકવાથી પણ ફેલાય છે. દરમિયાન લોકો સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવીને પણ આ વાયરસનો શિકાર થઈ શકે છે. 

ચિકનપોક્સના નવા વેરિયન્ટના લક્ષણ

દાણા

તાવ

ભૂખ ન લાગવી

માથુ દુખવુ

થાક

તબિયત બગડવી

ચિકનપોક્સના દાણા ક્યારે દેખાય છે?

ચિકનપોક્સના દાણા વાયરસના સંપર્કમાં આવ્યા બાદ 2-3 અઠવાડિયા બાદ જોવા મળે છે. જોકે આ પહેલા તાવ, શરીરમાં દુખાવો અને માથુ દુખવાનું શરૂ થઈ જાય છે. દાણા ઉભરી આવવાના સ્વરૂપમાં જોવા મળે છે, જે બાદ પાણીથી ભરેલા છાલા થઈ જાય છે, જે પપડી બન્યા સાથે સાજા થઈ જાય છે. દાણા નીકળ્યાના 1-2 દિવસ બાદ તાવ મટી જાય છે.

ચિકનપોક્સના નવા વેરિયન્ટથી બચવાના ઉપાય

- ચિકનપોક્સથી બચાવની સૌથી પ્રભાવી રીત વેક્સિન છે

- આ સિવાય વ્યક્તિએ સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને નિયમિતરીતે હાથ ધોવાથી પણ મદદ મળે છે. 

- જો તમારા ઘરમાં કોઈને ચિકનપોક્સ છે, તો તેને અન્યથી અલગ રાખવાનો પ્રયત્ન કરો.

- ખાંસી અને છીંકમાં વાયરસ હોઈ શકે છે. દરમિયાન ખાંસી કે છીંક વખતે પોતાનું મોઢુ અને નાકને સારી રીતે ઢાંકી દો. 

- નિયમિતરીતે સાબુ અને પાણીથી હાથ ધોવો.

- ટુવાલ, કપડા અને વાસણ જેવી વસ્તુઓને ચિકનપોક્સથી પીડિત કોઈ વ્યક્તિની સાથે શેર ના કરો. 

- સ્ટ્રોન્ગ ઈમ્યૂન સિસ્ટમ સંક્રમણને રોકવામાં મદદ કરી શકે છે. પ્રયત્ન કરો કે તમે અને તમારા પરિવારના સભ્ય હેલ્ધી ડાયટ અને પૂરતી ઊંઘ લો. 

ચિકનપોક્સ થાય તો શું કરવુ 

- સ્કિન પર કેલામાઈન લોશન લગાવવાથી ચિકનપોક્સના કારણે થતી ખંજવાળથી રાહત મળી શકે છે

- ખંજવાળથી રાહત મેળવવા માટે ઠંડા પાણીથી ન્હાવુ જોઈએ.

- આ સિવાય પ્રભાવિત અંગો પર ઠંડુ, ભીનુ કપડુ લગાવવાથી ખંજવાળથી રાહત મળે છે. 


Google NewsGoogle News