Get The App

શું દિલ્હીનો પ્રત્યેક ચોથો નાગરિક કોરોનાનો શિકાર બન્યો છે ?

૨૩.૪૮ ટકા લોકોના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થયા

દિલ્હી હવે હર્ડ ઇમ્યૂનિટી મેળવી લે તેવી આશા જાગી છે ?

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
શું દિલ્હીનો પ્રત્યેક ચોથો નાગરિક કોરોનાનો શિકાર બન્યો છે ? 1 - image


નવી દિલ્હી,21, જુલાઇ, 2020, મંગળવાર

દિલ્હીના સિરો સર્વેના પરીણામો મુજબ રાજધાનીના ૨૩.૪૮ ટકા લોકો કોરોના વાયરસનો ભોગ બનેલા છે. જો કે તેમનામાંથી મોટા ભાગનામાં લક્ષણો જોવા મળ્યા નથી. આ વાત કોવિડ-૧૯ના એન્ટી બોડિઝ રિપોર્ટ પરથી સાબીત થાય છે. દિલ્હીના દરેક ચોથી વ્યકિતના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થઇ છે. જો કે આરોગ્ય મંત્રાલયે રાહતનો શ્વાસ લીધો છે કે ૬ મહિના પછી પણ કોરોના ખાસ ફેલાયો નથી. નિષ્ણાતોનું માનવું છે તે દિલ્હીમાં કોરોના સંભવત તેના પીક ઉપર પહોંચી ગયો હોવો જોઇએ  આથી દિલ્હી હવે હર્ડ ઇમ્યૂનિટી મેળવી લે તેવી આશા જાગી છે. 

 કેન્દ્ર સરકારની હેલ્થ મિનિસ્ટ્રીએ  સીરો સર્વે જાહેર કર્યો તે ૨૭ જુનથી ૧૦ જુલાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સર્વે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને દિલ્હી સરકાર સાથે મળીને કર્યો હતો.  સિરો સર્વેમાં દિલ્હીના ૧૧ જિલ્લાના આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં કેટલાક પસંદ કરેલા લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. 

શું દિલ્હીનો પ્રત્યેક ચોથો નાગરિક કોરોનાનો શિકાર બન્યો છે ? 2 - image

આ લોહીના નમૂનાના ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકેર રિસર્ચના માપદંડો મુજબ લેવામાં આવ્યા હતા અને લોહીમાં રહેલા એન્ટીબોડીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લેબ સ્ટાન્ડર્ડ મુજબ ૨૧૩૮૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો હેતું કેટલા લોકોના શરીરમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટીબોડી તૈયાર થયા છે કે નહી તે જાણવાનો હતો. આ સર્વેમાં એન્ટીબોડીઝનો રેપિડ ટેસ્ટના આધારે જ શખ્સ કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યો છે કે નહી તે જાણવા મળે છે. ઓછા સંક્રમણનું કારણ લોકડાઉન, કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના કારણે થયું છે. આ સર્વેમાં સરકાર દ્વારા લોકોએ આપેલા સહકારને પણ બિરદાવવામાં આવ્યો છે.

Tags :