દુનિયાનુ પહેલુ પુરૂષ ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, 13 વર્ષ રહેશે અસર
નવી દિલ્હી, તા. 20. નવેમ્બર, 2019 બુધવાર
અનિચ્છિનય પ્રેગનન્સી રોકવા માટે જો પુરૂષો કોન્ડોમનો ઉપયોગના કરે તો મહિલાઓએ બીજા વિકલ્પોનો ઉપયોગ કરવો પડતો હોય છે.કારણકે કોન્ડોમ સિવાય બીજા ગર્ભનિરોધક મહિલાઓને ધ્યાનમાં રાખીને જ બનેલા છે.
જોકે હવે પુરૂષો માટે દુનિયાનુ પહેલુ ગર્ભનિરોધક ઈન્જેક્શન બનીને તૈયાર થઈ ગયુ છે.આ ઈન્જેક્શનનુ ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ રહ્યુ છે.એક વખત આ ઈન્જેક્શન લગાવાયા બાદ 13 વર્ષ સુધી તેનો પ્રભાવ રહેશે.
ઈન્જેક્શન થકી શરીરમાં એક પોલિમરનો પ્રવેશ કરાવાશે.જે સ્પર્મને મહિલાના શરીરમાં દાખલ થતા રોકશે. પુરૂષોની ટ્રેડિશનલ નસબંધીની આ ઈન્જેક્શન બજારમાં આવ્યા બાદ જરુર નહી રહે.જોકે ઈન્જેક્શનને લગાવવા માટે લોકલ એનેસ્થેયિસા આપવુ જરુરી હશે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ ઈન્જેક્શન ભારતમાં જ બન્યુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તેને તૈયાર કર્યુ છે.તેની ત્રણ ટ્રાયલ સફળ રહી છે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે, 300 દર્દીઓ પર તેનો ઉપયોગ કરાયો છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હવે આ ઈન્જેક્શનને ભારતની રેગ્યુલેટરી બોડીની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે.જેમાં બીજા ત્ર મહિનાનો સમય લાગી શકે છે.
કાઉન્સિલના સિનિયર વૈજ્ઞાનિક ડો આર એસ શર્મા કહે છે કે, બસ સરકાર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલમાં તેની સફળતાનો રેટ 97.3 ટકા રહ્યો છે. આ દુનિયાનુ પહેલુ પુરુષ ગર્ભનિરોધક ઈન્જેક્શન છે.