Get The App

બ્રિટિશ ડોક્ટરોએ કર્યો ચમત્કાર, ભારતીય મૂળના કેન્સર પીડિત મહિલા દવાથી સંપૂર્ણ સાજા થયા

Updated: Jul 5th, 2022

GS TEAM

Google News
Google News
બ્રિટિશ ડોક્ટરોએ કર્યો ચમત્કાર, ભારતીય મૂળના કેન્સર પીડિત મહિલા દવાથી સંપૂર્ણ સાજા થયા 1 - image


- એપ્રિલ 2018માં 6 મહીનાની કિમોથેરેપી અને એક માસ્ટેક્ટોમીમાંથી પસાર થવું પડ્યું હતું

લંડન, તા. 05 જુલાઈ 2022, મંગળવાર

કેન્સર સામે ઝઝૂમી રહેલી ભારતીય મૂળની મહિલાને થોડા વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે, તેની પાસે જીવવા માટે માત્ર થોડા મહિના છે પરંતુ તે મહિલા માટે આજનો દિવસ સૌથી મોટો છે. લાંબા સમયથી મોતના ડર સાથે જીવી રહેલી મહિલા આ સમયે ખુશીથી ખીલી ઊઠી છે. જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે, હવે તેમનામાં બ્રેસ્ટ કેન્સરના કોઈ લક્ષણ નથી. મહિલા બ્રિટનના એક હોસ્પિટલમાં એક ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ હતી. થોડા અઠવાડિયા પહેલા ખબર આવી હતી કે, કેન્સરની દવાના ક્લિનિકલ ટ્રાયલમાં 100% પરિણામ આવ્યું હતું.

નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના સફળ પરીક્ષણ બાદ હવે મેનચેસ્ટરના ફેલોફિલ્ડની 51 વર્ષીય જેસ્મિન ડેવિડ હવે સપ્ટેમ્બરમાં પોતાના લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહી છે. ક્રિસ્ટી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર રિસર્ચ (NIHR) માન્ચેસ્ટર ક્લિનિકલ રિસર્ચ ફેસિલિટી (CRF) ખાતે ડેવિડની બે વર્ષની ટ્રાયલમાં એક પ્રાયોગિક દવાનો સમાવેશ થતો હતો જેમાં એટેઝોલિઝુમાબનો ઉપયોગ થતો હતો એક ઈમ્યુનોથેરાપી દવા જે તે દર ત્રણ અઠવાડિયે લેતી હતી.

ડેવિડે યાદ કરતા કહ્યું કે, મને કેન્સરની શરૂઆતની સારવારના 15 મહિના પૂરા થઈ ચૂક્યા હતા પરંતુ ફરીથી કેન્સરના લક્ષણો દેખાયા. તેમણે કહ્યું કે, જ્યારે મને આ પરીક્ષણમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો તો મને ખબર નહોતી કે, તે મારા પર કામ કરશે કે નહીં. પરંતુ મે વિચાર્યું કે, કમ સે કમ બીજાની મદદ કરવા માટે કંઈક કરી શકું છું અને પોતાના શરીરનો ઉપયોગ આગામી પેઢી માટે કરી શકુ છું.

મહિલાએ કહ્યું હતું કે, શરૂઆતમાં મને અનેક આડઅસરોનો સામનો કરવો પડ્યો હતો જેમાં તાવ અને માથાના દુખાવાનો સમાવેશ થાય છે. તેથી હું વધારે બીમાર હોવાને કારણે હોસ્પિટલ ગઈ હતી. સારવાર બાદ મને સારી અસર જોવા મળી. ખૂબ જ ફિટ અને બે બાળકોની માતા જેસ્મિન ડેવિડ વૃદ્ધો માટેના કેર હોમમાં ક્લિનિકલ લીડ તરીકે કામ કરે છે. નવેમ્બર 2017માં તેણીને પોતાની બેસ્ટમાં એક ગાંઠ લાગી અને તે સ્તન કેન્સરનું ટ્રિપલ નેગેટિવ સ્વરૂપ હતું.

એપ્રિલ 2018માં 6 મહીનાની કિમોથેરેપી અને એક માસ્ટેક્ટોમીમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારબાદ રેડિયોથેરાપીના 15 રાઉન્ડથી તેમનું શરીર કેન્સરથી મુક્ત કરવામાં આવ્યું પરંતુ ઑક્ટોબર 2019 માં કેન્સરના લક્ષણો પાછા જણાયા પાઅને સ્કેનમાં તેના આખા શરીરમાં અનેક જખમ જોવા મળ્યા જેનો અર્થ એ થયો કે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. કેન્સર તેના ફેફસાં, લિમ્ફ નોડ્સ અને છાતીના હાડકામાં ફેલાઈ ગયું હતું. ડૉક્ટરોએ તેને ખરાબ સમાચાર આપ્યા કે તેની પાસે જીવવા માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે.

બે મહીના બાદ જ્યારે ડેવિડ પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો બચ્યો તેમને એક ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈને એક રિસર્ચનો હિસ્સો બનવાની ઓફર આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મેં મારો 50મો જન્મ દિવસ ફેબ્રુઆરી 2020માં ઉજવ્યો જ્યારે મારી સારવાર ચાલી રહી હતી અને મને આવનારા કાલની કોઈ ખબર નહોતી. અઢી વર્ષ પહેલાં મને લાગતું હતું કે તે અંત છે અને હવે મને લાગે છે કે મારો ફરીથી જન્મ થયો છે. 

ડિસેમ્બર 2023 સુધી સારવાર ચાલશે

તેમણે કહ્યું કે, એપ્રિલમાં એપ્રિલમાં મારા પરિવારને મળીને ભારતથી પરત ફર્યા પછી મારું જીવન ઘણું બદલાઈ ગયું છે. જૂન 2021 સુધી સ્કેનમાં તેમના શરીરમાં કેન્સર કોશિકા દેખાઈ નહોતી અને તેમને કેન્સર મુક્ત ગણવામાં આવ્યા હતા. પરંતુ તેની સારવાર ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે જોકે રોગના કોઈ લક્ષણો નથી.

Tags :