શરીરમાં ગુડ બેક્ટેરિયાને વધારવા કરો આ વસ્તુનું સેવન, પાચનશક્તિ રાખશે મજબૂત
અમદાવાદ, તા. 18 માર્ચ 2023 શનિવાર
ગુડ અને બેડ, બોડીમાં બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. ગુડ રક્ષકના રૂપમાં અને બેડ બોડીને બીમાર પાડવાનું કામ કરે છે. બેડ બેક્ટેરિયાને દૂર ભગાડે છે અને ગુડ બેક્ટેરિયાની સંખ્યા બોડીમાં વધારવા માટે જરૂરી છે. આપણે જે દરરોજ ભોજન લઈએ છીએ. તેમાં ગુડ અને બેડ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. આ ડાયટ બોડીમાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. સામાન્યરીતે ગરમીઓમાં પેટની સમસ્યા વધી જાય છે. જેના પાછળ ગુડ બેક્ટેરિયાની ઉણપ જવાબદાર થાય છે.
દહી
દહીને પ્રોબાયોટિક્સ એટલે કે ગુડ બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ગુડ બેક્ટેરિયા પેટમાં જઈને આંતરડાને સ્વસ્થ રાખે છે. દહીમાં પ્રોટીન પણ હોય છે. તે પણ પેટ માટે ફાયદાકારક છે.
તરબૂચ
ગરમીમાં તરબૂચ શરીરમાં પાણીની ઉણપ થવા દેતુ નથી. આનાથી બોડી હાઈડ્રેટ રહે છે. આ પેટમાં ગુડ બેક્ટેરિયા વધારીને પેટને ઠંડુ કરવાનું કામ કરે છે. આના સેવનથી સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિન સુરક્ષિત રહે છે.
છાશ
ગરમીઓમાં લોકો છાશ પીવાનું પસંદ કરે છે. તે પેટમાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. ભોજન લીધા બાદ છાશ ભોજનને પચાવવામાં મદદ કરે છે. આંતરડા માટે પણ લાભદાયી છે. ગરમીઓમાં જો ડિહાઈડ્રેશનની સમસ્યા રહેતી હોય તો છાશ તેનાથી પણ બચાવ કરે છે.