ઘી ચોપડેલી રોટલીના શોખીનોએ ખાસ વાંચવું....
મોટાભાગના ભારતીયોના ઘરમાં ઘીને પુષ્કળ મહત્વ આપવામાં આવે છે. જો કે આયુર્વેદમાં તો ઘી ખાવાના ચોક્કસ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણાં લોકો વજન વધવાની બીકને લીધે ઘી ખાતા જ નથી પરંતુ જો તમે ગાયનું ઘી ખાશો તો વજન નહી વધે. પાચન ક્રિયા વખતે છેલ્લે વાત દોષનો પ્રભાવ વધે છે.
ઘી, વાત અને પિત્ત દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે. તેથી એ જાણવું જરૂરી છે કે ઘીને જમતાં પહેલા કે ભોજનની સાથે જ ખાવું જોઈએ. જો કે ઘણાં લોકો એવાં હોય છે જે ઘી ચોપડ્યાં વિનાની રોટલી નથી ખાઈ શકતા તો ઘણાં લોકો ઘી લગાવ્યાં વિનાની જ રોટલી ખાવાનું પ્રીફર કરે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે જો તમે રોટલીમાં ઘી લગાવીને ખાશો તો શું ફાયદો થશે.
1. જો તમે રોટલીને ઘી લગાવીને જમશો તો તમને પેટમાં દુખાવો થશે નહીં.
2. રોટલીમાં ઘી લગાવીને ખાવાથી હાડકાં મજબુત બને છે અને વાળ ખરતાં પણ અટકી જશે.
3. જેમનું વજન ના વધતુ હોય તેમને આનાથી લાભ થાય છે. સાથે જ શરીરની તાકાત પણ વધે છે.
4. રોટલીમાં ઘી લગાવીને ખાવાથી લોહીમાં જામેલા કેલ્શિયમને દૂર કરે છે. સાથે જ તે ઇમ્યૂન સિસ્ટમને મજબુત કરે છે જેથી બીમારીઓ સામે લડી શકાય.
5. કદાચ તમને નહીં ખબર હોય કે દેશી ઘીમાં રહેલું સીએલએ શરીરના મેટાબોલિઝમને બેલેન્સ રાખે છે, પરિણામે વજન કંટ્રોલમાં રહે છે. સીએલએ શરીરમાં ઇન્સુલિનની માત્રા ઘટાડે છે, જેના લીધે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી તકલીફો થતી નથી.
6. ઘી તમારા શરીરમાં રહેલી ચરબીને વિટામિનમાં ફેરવી નાંખે છે. ઘીમાં ફેટી એસિડ ઓછા હોવાથી તે સરળતાથી પચી જાય છે. તેથી દાળ અને શાકમાં ઘી નાખીને ખાવાથી તે ઝડપથી પચી જાય છે. આ બધી વાતો જાણ્યાં પછી તમે ચોક્કસ કહેશો કે ખરેખર જ દેશી ઘી ખાવાના તો ઘણાં ફાયદા છે.