Get The App

લોકડાઉનમાં રાત્રે ઉંઘ ના આવતી હોયતો આ ઉપાયો અજમાવી શકો છો

લોકડાઉનમાં પણ સવારે ઉઠવાનું અને રાત્રે ઉંઘવાનું સમય પત્રક નકકી કરો

વ્યાયામ, યોગા અને હળવી કસરત દ્વારા સારો મૂડ બનાવી રાખો

Updated: May 2nd, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનમાં રાત્રે ઉંઘ ના આવતી હોયતો  આ  ઉપાયો અજમાવી શકો છો 1 - image


કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોક ડાઉન અનિવાર્ય નિર્ણય હોવાથી કરોડો દેશવાસીઓ તેનું પાલન કરી રહયા છે.  લોકડાઉનના અમલની સાથે ઘરે રહો અને સલામત રહોનું સૂત્ર ચાલ્યું છે. આ તો અનિવાર્ય સંજોગો છે બાકી સળંગ દિવસો સુઘી ઘરમાં કે સોસાયટીમાં જ પુરાયેલા રહેવું એ ખરેખર અઘરુંકામ છે. લોકડાઉન કોઇ ચોકકસ દિવસો પુરતું હોય છે પરંતુ તેની અવધી પુરી થવા આવે તે પહેલા જ તેને લંબાવી દેવાની સરકારને ફરજ પડે છે. 

કોરોના વાયરસના સંક્રમણના કારણે  સળંગ ત્રણ વાર લોક ડાઉન લંબાવવામાં આવ્યું છે આથી 3 મે પછી વધુ બે અઠવાડિયા સુધી પાલન કરવું પડશે. એમાં પણ કોરોના વાયરસના સંક્રમણની દ્વષ્ટીએ જેમનો રેડ અને ઓરેન્જ ઝોનમાં સમાવેશ થાય છે તેમને સાવ આંશિક છુટ મળવાની છે. લોકડાઉનનો ગાળો લાંબો થઇ રહયો છે આથી તેની અસર દૈનિક પ્રવૃતિ અને શરીર અને મન પર થવી સ્વભાવિક છે. 

લોકડાઉનમાં રાત્રે ઉંઘ ના આવતી હોયતો  આ  ઉપાયો અજમાવી શકો છો 2 - image

ઘણા લોકોને મોડા સમય સુધી ઉંઘ નહી આવવાની સમસ્યાથી પીડાતા હોય છે. મોબાઇલનો વધુ વપરાશ તથા ટીવી મોડી રાત સુધી જોવાથી ઉંઘ પર વિપરિત અસર થાય છે. લોકડાઉન પછી બિઝનેસ કે નોકરી ફરી શરું કરવાની ચિંતા તથા આર્થિક નુકસાનના વિચાર કરવાથી પણ ઉંધ પર અસર થાય છે. ઘણાને વર્ક ફ્રોમ કર્યા પછી એટલું બધુ ટેન્શન રહેતું હોય છે કે ઉંઘ આવતી નથી, ઘરે બેઠા રહીને ઓફિસમાં કામ કરવું થોડા સમય સારું લાગતું હતું પરંતુ હવે તેની પણ મર્યાદાઓ પણ સમજાવા લાગી છે કારણ કે ઘર અને ઓફિસનું વાતાવરણ સાવ જ જુદા પ્રકારનું હોય છે.

લોકડાઉનમાં રાત્રે ઉંઘ ના આવતી હોયતો  આ  ઉપાયો અજમાવી શકો છો 3 - image

આવા સંજોગોમાં મનને પ્રફુલ્લિત રાખીને સકારાત્મક વિચારવાથી જ ફાયદો થાય છે, હળવી કસરતો અને પોષયુકત ખોરાક તથા કેટલાક નિયમો પાળવાથી ખૂબજ ફાયદો થાય છે. જો ઉંઘની સમસ્યા રહેતી હોયતો એક ગ્લાસ ગરમ દૂધ સાથે થોડોક જાયફળનો પાઉડર મિલાવીને પીવાથી ફાયદો થાય છે દૂધમાં ટ્રિફટોફન હોય છે તેનાથી ઉંઘ સારી આવે છે આ ઉપરાંત દૂધ સાથે શતાવરી મિલાવીને પીવાથી પણ ફાયદો થાય છે. 

લોક ડાઉનમાં ઘરે બેસીને કામ કરવાથી જો ઉંઘ ના આવતી હોયતો માથા અને પગમાં તેલનું માલિશ કરવાથી ઉંઘ આવે છે. માલિશ શરીરમાં ઉંઘ લાવવા માટેનો સૌથી ઉત્તમ ઇલાજ છે. સારી ઉંઘ લાવવા માટે કેફિન અને ખાંડવાળા ચા કોફી પ્રકારના પીણાનું સેવન કરવાથી બચવું જરુરી છે. ખોરાક પર ધ્યાન આપીને સંતૂલિત ફૂડ પર ભાર મુકવો જરુરી છે. દિવસે કે રાત્રે વધુ મસાલાવાળું ભારે ભોજન કરવું જોઇએ નહી. આ ભોજન સરળતાથી પચતા ન હોવાથી તેની અસર  ઉંઘ પર થાય છે. 

લોકડાઉનમાં રાત્રે ઉંઘ ના આવતી હોયતો  આ  ઉપાયો અજમાવી શકો છો 4 - image


લોકડાઉનમાં પણ સવારે ઉઠવાનું અને રાત્રે ઉંઘવાનું સમય પત્રક નકકી કરો 

શકય હોયતો રાત્રે 9 થી 10 વાગે સુઇ જાવ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો

વ્યાયામ,યોગા અને હળવી કસરત દ્વારા મૂડ બનાવી રાખો

સવારે પ્રેરણા અને માર્ગદર્શન મળે તેવા પુસ્તકમાંથી થોડું વાંચો 

મન પ્રફુલ્લીત થાય તેવું હળવું સંગીત સાંભળો, કશુંક નવું શિખવા પ્રયાસ કરો 

સમયાંતરે સગા સંબધીઓ અને મિત્રોને ફોન કરીને ખબર અંતર પુછતા રહો  

વર્ક ફ્રોમ હોમ માટે પુરતો સમય ફાળવો કોઇ કામ પેન્ડિંગ રાખશો નહી 

બપોર જમ્યા પછી લાંબી ઉંઘ ખેંચવાથી રાત્રે ઉંઘ પર અસર થાય છે.

ફૂરસદના સમયમાં પરીવાર સાથે લાઇવ રહો, કેરમ,ચેસ વગેરે રમત રમો 

ઇન્ટરનેટની વર્ચ્યુએલ દુનિયામાં ડોકિયું કરીને જલદીથી બહાર આવો 

નોકરી કે ધંધાના ભવિષ્યના આયોજનો અંગે સકારાત્મક વિચારો 

લોકડાઉનને ઇન્ટરવલ સમજીને ઉજજવળ ભવિષ્ય માટે સંકલ્પ કરો 

Tags :