ડાયેટમાં સામલે કરો આ ફળ, ડિપ્રેશનના ઈલાજમાં ચોક્કસ થશે ફાયદો
કોરોના મહામારીના કારણે અપાયેલા દેશવ્યાપી લોકડાઉનને પરિણામે દેશવાસીઓ ફરજિયાત ઘરોમાં રહેવા મજબૂર બન્યાં છે. લાંબા સમયની આ પરિસ્થિતિના કારણે લોકોની માનસિક તકલિફોની ફરિયાદ વધવા લાગી છે.
છેલ્લા કેટલાક સમયથી કેટલાય લોકોએ આ બીમારીની ચપેટમાં આવી આત્મહત્યા કરી લીધી છે. જોકે, નિશ્ચિતપણે તેની કોઇ સારવાર સામે આવી નથી બસ વ્યક્તિએ પોતાની સંભાળ લેવાની હોય છે અને પોતાની જાતને પ્રેમ કરવાનો હોય છે.
આ બીમારીને મેડિકલની ભાષામાં ડિપ્રેશન કહે છે. ડિપ્રેશન એક માનસિક બીમારી છે જેમાં સૌથી મોટું જોખમ એકલા રહેવાનું છે. આ રોગની કોઇ દવા નથી પરંતુ જેટલું તમે લોકોના સંપર્કમાં રહી સામાજિક બની રહેશો, લોકો સાથે વાત કરશે એટલું તમારા માટે લાભાદાયક છે. તેમાં વ્યક્તિ પડી ભાંગે છે. ડિપ્રેશનમાં સોશિયલ લાઇફ જ નહીં પરતું ડાયેટ પર પણ ધ્યાન આપવું એટલું જ જરુરી છે.
અખરોટઃ
અખરોટ ઓમેગા-3 ફેટી એસિડનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. કેટલાય રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમેગા-3 ફેટી એસિડ ડિપ્રેશનના લક્ષણોને ખત્મ કરવામાં અને તેની સામે લડવામાં મદદ કરે છે.
એવોકાડોઃ
અવકાડોની ગણતરી પાવર ફૂડમાં થાય છે. તેમાંથી હેલ્થી ફેટ મળી આવે છે જે તમારા મગજમાં સ્મૂથનેસ માટે જરૂરી છે. એક એવરેજ સાઇઝના અવકાડોમાં 4 ગ્રામ પ્રોટિન, વિટામીન કે, અલગ અલગ પ્રકારના વિટામીન બી, વિટામીન સી, વિટામીન ઈ12 મળી આવે છે. આ ઉપરાંત મોટી માત્રામાં શુગર અને ડાઇટરી ફાયબર મળી આવે છે.
બેરીજઃ
બ્લૂબેરી, રાસબરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરી આ તમામ ફળમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ મળી આવે છે. તેમાંથી કોઇ પણ એક ફળને દરરોજ નિયમિત નાશતામાં લેવાથી ડિપ્રેશનની સામે લડવામાં મદદ મળે છે. કેન્સર અને અન્ય રોગમાં પણ રક્ષણ પુરૂ પાડે છે.
મશરુમઃ
મશરૂમમાં ઇન્સુલિન અને પ્રોબાયોટિક મળી આવે છે. ઇન્સુલિન બ્લડ શુગરના લેવલને ઓછું કરવાનું કામ કરે છે જ્યારે પ્રોબાયોટિક શરીરમાં હેલ્થી બેક્ટેરિયાના નિર્માણમાં મદદ કરે છે. તે મગજનું સંતુલન જાણવવામાં મદદરૂપ છે.
ડુંગળીઃ
ડુંગળી, લસણ અને લીલી ડુંગળી કેટલાય પ્રકારના ઘાતક કેન્સરનું જોખમ ટાળે છે. નિયમિત રીતે ડુંગળી અને લસણનું સેવન કરવાથી ફક્ત ઘાતક બીમારી જ નહીં પરંતુ મગજ પણ સ્વસ્થ રાખે છે.
ટમેટાઃ
ટમેટામાં મોટી માત્રામાં ફોલિક એસિડ મળી આવે છે. જો તમે રોજ બપોરના જમવામાં સલાડમાં ટમેટા સામેલ કરો છો તો તમારું સ્વાસ્થ્ય ઘણું સારુ રહેશે.
સફરજનઃ
એક જાણીતી કહેવત છે કે રોજ એક સફરજનનું સેવનથી તમામ રોગ દૂર થઇ જાય છે. બેરીજની જેમ સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ મળી આવે છે જે ઓક્સીડેશન ડેમેજને રિપેર કરે છે. સફરજનના ટુકડા ઉપર બદામનું બટર લગાવી આરોગવાથી ઓમેગા-3 ફેટી એસિડની સાથે ફાયબર પણ મળે છે જેનાથી શરીરમાં જબરદરસ્ત ફાયદો મળે છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.