એનીમિયાની સમસ્યા હોય તો ગોળ, દાળીયાનું કરો સેવન, દવા સમાન કરશે અસર
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2019, મંગળવાર
મોટાભાગે મહિલાઓને રક્તની ખામીની સમસ્યા હોય છે. કારણ કે ખોરાકમાં બેદરકારી અને માસિકમાં થતા રક્તસ્ત્રાવના કારણે તેમના શરીરમાં હીમોગ્લોબીન ઘટી જાય છે. હિમોગ્લોબીનની ખામીથી એનિમિયા થાય છે જે ખતરનાક છે. ખોરાકમાં આયરનની ખામીથી પણ એનિમિયા થાય છે. એનિમિયા એક જીવલેણ બીમારી છે.
હિમોગ્લોબિનની ખામીના લક્ષણ સરળતાથી શરીરમાં દેખાવા લાગે છે અને તે લક્ષણને જાણી ખોરાકમાં ફેરફાર કરવાથી તેનું પ્રમાણ વધારી શકાય છે. એનિમિયામાં આયરન યુક્ત ખોરાક જરૂરી છે. તેના માટે દાળીયા અને ગોળનું સેવન કરવું બેસ્ટ વિકલ્પ છે. આ ખોરાકથી એનિમિયાને દૂર કરી શકાય છે.
એનીમિયા દૂર કરવામાં મદદ
ગોળ અને દાળીયાથી રક્તમાં હિમોગ્લોબીન વધે છે. જો કે તેનું સેવન કરવાથી અન્ય લાભ પણ થાય છે. તેનાથી સ્કિન, દાંત સારા થાય છે અને કબજિયાત પણ દૂર થાય છે. જો કે આ તમામ લાભ ત્યારે થાય છે જ્યારે ગોળ અને ચણા એક સાથે ખાવામાં આવે.
આયરનથી ભરપૂર ગોળ
ગોળમાં સૌથી વધારે આયરન હોય છે અને એનિમિયા આયરનની ખામીથી થાય છે. તેવામાં ગોળનું સેવન કરવું લાભકારી સાબિત થઈ શકે છે. ગોળમાં માત્ર આયરન નહીં સોડિયમ, પોટેશિયમ અને અન્ય વીટામિન્સ હોય છે. જે લાભકારી હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
કેલ્શિયમ અને વિટામિથી ભરપૂર ચણા
ચણા કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન અને આયરન પણ વધારે હોય છે. ચણા શરીરની અનેક ખામીને દૂર કરી શકે છે. ચણાથી બ્લડ ટિશ્યૂનું નિર્ણાણ થાય છે. તેનાથી કિડનીને પણ લાભ થાય છે.
ગોળ ચણાથી થતા લાભ
ગોળ અને ચણા સાથે ખાવાથી શરીરને જરૂરી તમામ પોષકતત્વો મળી રહે છે. ગોળ અને ચણા એનિમિયા જ નહીં અને બીમારીઓ પણ દૂર કરે છે.
ગોળ ચણાથી થતા લાભ
1. ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે તેને ગોળ સાથે ખાવાથી મસલ્સ સારા બને છે. તેનાથી મેટોબોલિક રેટ પણ સુધરે છે અને વજન પણ ઘટે છે.
2. ગોળ અને ચણામાં ફાયબર હોય છે જે પાચન માટે શ્રેષ્ઠ છે. તે કબજિયાતને દૂર કરે છે.
3. ચણા અને ગોળથી પાચનતંત્ર સુધરે છે. તે દાંત અને હાડકા માટે લાભકારી છે.
4. ચણા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે.