9 વર્ષમાં 16 ટકા ઘટ્યા HIVના કેસ, યૂએન રિપોર્ટ
નવી દિલ્હી, 17 જુલાઈ 2019, બુધવાર
યૂએન એડ્સએ પોતાની રિપોર્ટ રજૂ કરી જણાવ્યું છે કે વૈશ્વિક રીતે 2010થી અત્યાર સુધીમાં એચઆઈવીના કેસમાં 16 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત 2018માં એચઆઈવીથી 17 લાખ નવા લોકો સંક્રમિત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. યૂએનએડ્સના વૈશ્વિક અપડેટથી જાણવા મળે છે કે દક્ષિણ આફ્રિકામાં પ્રગતિ થઈ છે અને 2010માં એડ્સથી થયેલા મૃત્યુ પર 40 ટકા તેમજ એચઆઈવીના નવા કેસ ઘટાડવા પર 40 ટકા સફળતા પ્રાપ્ત કરી છે.
રિપોર્ટમાં એ વાતનો ખુલાસો પણ થયો છે કે એડ્સના કારણે થતા મૃત્યુની ઘટનામાં ઘટાડો છે. કારણ કે તેના ઉપચારનો વિસ્તાર થઈ રહ્યો છે અને એચઆઈવીની સેવાઓ પૂરી પાડવામાં પણ સુધારો થઈ રહ્યો છે. 2010માં એડ્સના કારણે થતા મૃત્યુમાં 33 ટકા ઘટાડો થયો હતો. જો કે પૂર્વી તેમજ દક્ષિણી આફ્રિકામાં હાલ ઘણી મહેનતની જરૂર છે. આ ક્ષેત્ર સૌથી વધારે એચઆઈવી પ્રભાવિત છે. તે ઉપરાંત પૂર્વી પૂરોપ અને મધ્ય એશિયા, મધ્ય પૂર્વ તેમજ ઉત્તર આફ્રીકા અને લેટિન અમેરિકામાં એડ્સના નવા કેસની સ્થિતી ચિંતાજનક છે.