app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સ્વાસ્થ્યની સાથેસાથે ખૂબસૂરતી માટે પણ ફાયદાકારક હેલ્ધી ડ્રિન્કસ

Updated: Jan 23rd, 2023


- મીનાક્ષી તિવારી

સ્વાસ્થયના ફાયદા માટે લોકો વિવિધ પ્રકારના ઘરગત્થુ પીણાં પીતા હોય છે, જેમાંના અમુક પીણાં એવા છે કે, તેના સેવનથી ખૂબસૂરતી પણ નિખારી શકાય છે. 

હળદરયુક્ત દૂધ

હશદરવાળું દૂધ  સાંધાના દુખાવા, સોજાને ઊતારનારું અને શરદી-ઊધરસમાં રાહત આપનારું પીણું છે. હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ સમાયેલા હોય છે જે  ચહેરા પરને ખીલને ઓછા કરવામાં સહાયરૂપ છે. 

દાડમનો રસ 

દાડમના રસમાં એન્ટી ઓક્સીડન્ટસ પ્રચૂરમ ાત્રામાં સમાયેલા હોય છે. જેે સોજાને ઓછા કરે છે જેથી દુખાવામાં રાહત થાય છે. તેમજ અમુક પ્રકારના આર્થરાઇટસમાં દાડમના રસનું સેવન ગુણકારી નીવડે છે. તે ઇમ્યૂનિટી વધારનાર તેમજ વિટામિન સીથી સમૃદ્ધ છે. તેના સેવનથી ત્વચા ચમકીલી થાય છે.

તકમરિયાનું પાણી

તમરિયાનું પાણી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે. જ્યારે સુંદરતાની દ્રષ્ટિએ તકમરિયાનું પાણી ત્વચાને ચમકીલી કરે છે. 

નારિયેળ પાણી

નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ કરે છે અને આશ્ચરજનક માત્રામાં પોટેશિયમ પ્રદાન કરે છે.પોશેટિશમ હૃદયના ધબકારા માટે ગુણકારી છે. તેમજ બ્લડ પ્રેશરને નિયત્રિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નાળિયેર પાણીનું સેવન વાળ માટે ગુણકારી છે. તે વાળને ચમકીલા રાખે છે અને વાળની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. 

આદુ અને લીંબુનું પાણી

આદુ અને લીંબુ બન્નેમાં એન્ટી ઓક્સીડન્ટસ ગુણ સમાયેલા હોય છે. જેના સેવનથી ત્વચા પાચનક્રિયા સુધરે છે, શરદીમાં રાહત થાય છે. આ પીણું ત્વચા માટે પણ ફાયદાકારક છે, તે ત્વચાને હેલ્ધી બનાવામાં મદદ કરે છે. 

   મસાલાયુક્ત ચા

મસાલાવાળી ચા ભારતવાસીઓની લોકપ્રિય છે. ચામાં નાખવામાં આવતો મસાલો પાચનક્રિયા માટે ફાયદાકારક છે. ચાના મસાલામાં પ્ચૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી એજન્ય પણ હોય છે, જે ત્વચાનેહેલ્ધી રાખે છે તેમજ વાળને કાળા રાખવાની સાથેસાથે વધારે છે.   

ગ્રીન ટી

ગ્રીન ટીમાં ભરપુર પ્રમાણમાં પોલીફેનોલલ્સ હોય છે, જે ઘણા પ્રકારના કેન્સર માટે ફાયદાકારક છે. તે બ્રેસ્ટ કેન્સરને પણ રોકવામાં મદદ કરે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે, ભોજન પછી બ્લડ સુગરમાં થતી વૃદ્ધિને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ ટાઇપ ટુ ડાયાબિટીસવાળી મહિલાઓ માટે ફાયદાકારક છે. ત્વચા ચમકીલી બને છે. 


Gujarat