Get The App

શિયાળામાં દૂધ સાથે ગોળનું સેવન કરવાથી થશે આ 6 લાભ

Updated: Dec 3rd, 2019

GS TEAM

Google News
Google News
શિયાળામાં દૂધ સાથે ગોળનું સેવન કરવાથી થશે આ 6 લાભ 1 - image


નવી દિલ્હી, 3 ડિસેમ્બર 2019, મંગળવાર

શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે સ્વેટર, જેકેટ જેવા ગરમ કપડા પહેરવામાં આવે છે. પરંતુ શરીર જો અંદરથી નબળું હોય એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો નાની,મોટી બીમારી શરીરને ઘેરી વળે છે. તેથી જ શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ ખાવાથી શરીર અંદરથી ગરમ અને નિરોગી રહે છે. આ વસ્તુઓમાં સૌથી વધારે લાભ કરે છે ગોળ અને દૂધ. દૂધ અને ગોળ શિયાળામાં શરીરને કેવા કેવા લાભ કરે છે તે જાણીએ આજે. 

દૂધ અને ગોળના તત્વ

દૂધમાં વધારે પ્રમાણમાં વિટામિન એ, બી અને ડી હોય છે. આ ઉપરાંત તે કેલ્શિયમ, પ્રોટીન અને લૈક્ટિક એસિડનો પણ સારો સ્ત્રોત છે. ગોળમાં સુક્રોઝ, ગ્લૂકોઝ, ખનિજ તરલ અને પાણીનું પ્રમાણ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ હોય છે. આ તત્વોથી શરીરને કયા કયા લાભ થાય છે તે પણ જાણીએ. 

બ્લડ પ્યોરીફાયર

ગોળમાં આવા તત્વો હોય છે જે શરીરના રક્તમાં રહેલી અશુદ્ધીઓને દૂર કરે છે. તેથી રોજ ગરમ દૂધ અને ગોળનું સેવન કરવાથી શરીરમાંથી અશુદ્ધીઓ દૂર થાય છે. જેના કારણે તમને કોઈ રોગ થશે નહીં.

વજન કાબૂમાં રહે છે

જો તમે દૂધની સાથે ખાંડનો ઉપયોગ કરો તો તમારે તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ. આ કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર નહીં બનો.

પેટની સમસ્યા દૂર કરે

જો તમને ખોરાક પચવાની સમસ્યા હોય છે, તો ગરમ દૂધ અને ગોળનું સેવન કરવાથી તમે પેટ સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

સાંધાનો દુખાવો દૂર કરો

ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. આદૂ અને ગોળનો એક નાનો ટુકડો રોજ મિક્ષ કરી ખાવામાં આવે તો તેનાથી સાંધા મજબૂત થાય છે અને તમારી સુંદરતામાં પણ વધારો થાય.  

માસિક સમયનો દુખાવો

કોઈપણ પ્રકારનો દુખાવો  ગરમ દૂધ પીવાથી દૂર થાય છે. આ દુખાવામાં મહિલાઓને માસિક સમયે થતા દુખાવાનો પણ સમાવેશ થાય છે. પીરિયડ શરૂ થવાના 1 અઠવાડિયા પહેલા દરરોજ 1 ચમચી ગોળનું સેવન દૂધ સાથે કરવું જોઈએ.  



Tags :