ભોજનનો સ્વાદ વધારનાર ઘી હાડકાંને મજબૂત કરી ત્વચા અને વાળને પણ બનાવે છે ચમકદાર
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2019, મંગળવાર
લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ સજાગ છે તેથી જ ઘરમાં બનતી રસોઈમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થશે તે વાત પણ પરીવાર માટે મહત્વની હોય છે.
મોટાભાગના પરીવાર પોતાના ઘરમાં રસોઈ માટે ઓલિવ ઓઈલ કે ખાસ પ્રકારના તેલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. જો કે રસોઈમાં તેલના બદલે દેશી ઘીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
જો કે એવા અનેક પરીવાર છે જે ભોજન બનાવવા માટે ભોજન બનાવવાની શૈલી અપનાવી અને ઘીનો ઉપયોગ કરતાં થયા છે. જો કે ઘીના ઉપયોગ વિશે નિષ્ણાંતો પણ કહે છે કે મર્યાદિત માત્રામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હાડકાં મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારતીય સમાજમાં દેશી ઘીને ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
દેશી ઘી આંખ, પાચન તંત્ર માટે લાભકારી છે. તેનાથી હાડકાં તો મજબૂત થાય છે અને ત્વચા અને વાળ ચમકદાર થાય છે. દેશી ઘી શ્રેષ્ઠ એન્ટીબાયોટિક છે જે શરદી, ઉધરસ રોકવામાં મદદ કરે છે. તેનાથી શરીરના ઘા પણ ઝડપથી રુઝાય છે. ગર્ભાવસ્થામાં માતા દેશી ઘીનો ઉપયોગ કરે તો ગર્ભસ્થ બાળકને પણ પોષણ મળે છે.