ડાયાબિટીસ, કૉલેસ્ટ્રોલ અને લોહીની ઉણપમાં ઉપયોગી અંજીર વિશે જાણો સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
અમદાવાદ, તા. 11 જુલાઇ 2019, ગુરૂવાર
અંજીર ભારતના અલગ- અલગ ક્ષેત્રોમાં જુદા-જુદા નામથી ઓળખાય છે. અંજીરને વૈજ્ઞાનિક ભાષામાં ફાઇકસ રેસમોસા તેમજ અંગ્રેજીમાં ક્લસ્ટર ફિગ નામથી ઓળખાય છે. અંજીર ભારત સિવાય ઑસ્ટ્રેલિયા, મલેશીયા, અને ચીનના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે.
અંજીરએ વધુ બીજ અને નરમ ત્વચાવાળું એક મીઠું ફળ છે. જેને પકાવીને કે સુકવીને પણ ખાય શકાય છે. જેમાં વધુ માત્રામાં કુદરતી સુગરનું પ્રમાણ હોય છે. જેને સુકવીને ડ્રાયફુટ તરીકે પણ ખાય શકાય છે. અંજીરમાંથી વિવિધ સ્વાદિષ્ટ મીઠાઇ, જામ, શેઇક, અને આઇસ્ક્રિમ બને છે.
એક અંજીરમાં ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. અંજીર કબજીયાત ઘટાડે છે, અને તેમાં વિટીમીન B-2 હોય છે, જેથી તે શરીરમાં બ્લડ સેલ્સ વધારવા માટે સૌથી વધુ ઉપયોગી બને છે. તે કૉલેસ્ટ્રોલ ઘટાડે છે, તેમજ લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં કેલ્સિયમ સારી માત્રામાં હોય છે.
અંજીરમાં રહેલું આર્યન વિટામીન સ્ટ્રેસમાંથી રાહત આપે છે. જેના કારણે ઓછી ઉંઘની સમસ્યાથી છૂટકારો મળે છે.