ચિંતા-તણાવ અને ડિપ્રેશનની સમસ્યાથી મળશે છુટકારો


- આ આહારો મન અને મગજને આપે છે જરૂરી પોષણ 

- મોટાભાગના લોકોને હોય છે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા

- ઔષધિઓ અને જડીબુટ્ટીઓ થશે અસરકારક  

નવીદિલ્હી,તા.08 ઓક્ટોબર 2022,શનિવાર

નિષ્ણાતો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને એકબીજાના પૂરક માને છે. આમાં કોઈ એકને થતી સમસ્યા બીજાના સ્વાસ્થ્ય અસર કરે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. જો કે, આંકડા દર્શાવે છે કે મોટાભાગના લોકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓળખતા નથી અથવા અવગણતા નથી.આ કારણ છે કે પાછળના કેટલાક વર્ષોમાં ,ખાસ કરીને  કોરોના મહામારી પછી ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે વધતી જતી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઘટાડવા અને નિવારણ અંગે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. આ કડીમાં સ્વાસ્થ્યના નિષ્ણાતો કહે છે કે, આહારમાં પોષણની ઉણપને પણ વધતી જતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણ તરીકે જોવામાં આવી રહી છે.

જો આપણે બધા સ્વસ્થ અને પૌષ્ટિક આહારનું સેવન કરીએ તો ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આવો જાણીયે કે, કઈ વસ્તુઓના સેવનની આદતથી જરૂરી પોષણ આપી શકાય છે? દરેક લોકોને આહારમાં આવસ્તુઓ જરૂરથી સામેલ કરવી જોઈએ.

મગજને સ્વસ્થ રાખવા માટે ખાઓ બદામ

આહારના નિષ્ણાતોનું કહેવું છે કે દરેક લોકોએ રોજ બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. જે પ્રકારે આપણા શરીરને પોષણની આવશ્યકતા હોય, તેવી જ રીતે મગજને પણ સ્વસ્થ રાખવા  માટે અને યોગ્ય રીતે કામ કરવા માટે આની જરૂર હોય છે. અખરોટ, પલાળેલી બદામ, કિસમિસ, ખજૂર,જેવા સુકામેવા માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક માનવામાં આવે છે. અખરોટ જેવા અખરોટનું સેવન બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

આ જડીબુટ્ટીઓ પણ છે અસરકારક

આયુર્વેદમાં પણ આવી ઘણી ઔષધિઓ અને જડીબુટ્ટીઓનો ઉલ્લેખ છે.જેનું સેવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અદ્ભુત પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે.આયુર્વેદ જડીબુટ્ટીઓમગજની શીખવાની ક્ષમતાઓને વધારવામાં અને એમાં સ્થિતિ સુધારવા માટે જાણીતું છે. તણાવ-ચિંતાને દૂર કરવા માટે બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ ઔષધિયોને ઘણી ગુણકારી માનવામાં આવે છે.

એન્ટી ઓક્સીડેન્ટયુક્ત ફળ અને શાકભાજી

મગજને સ્વસ્થ રાખવા અને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થવા માટે એન્ટી ઓક્સીડેન્ટયુક્ત પદાર્થોની આવશ્યકતા જરૂરી છે. આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરની કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદરૂપ છે. એન્ટી ઓક્સસીડેન્ટ ફ્રી રેડિકલ્સને બિન અસરકારક અને તમારા મનની સ્થિતિને સંતુલિત કરવામાં બહુ જ અસરકારક માનવામાં આવે છે. ગુલાબી અને લાલ રંગના ફાળો અને શાકભાજીઓ, જેમ કે તરબૂચ અને ટામેટું એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.  

તમે હર્બલ-ટીથી મેળવી શકો છો લાભ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પ્રકારના ઔષધીય પીણાં શરીર માટે અસરકારક માનવામાં આવ્યા છે. હર્બલ-ટી મગજને પોષણની સાથે-સાથે માનસિક સ્થિતિ અને યાદશક્તિમાં વધારો કરવા અમેત તમારા માટે ફાયદાકારક છે. અજમો, લવિંગ, કાળા મરી અને તુલસી જેવી ઔષધિયોથી તૈયાર કરવામાં આવેલી હર્બલ-ટી ઈમ્યુનિટીને વધારવાની સાથે મન અને મગજને સ્વસ્થ અને  ફિટ બનાવવા માટે મદદરૂપ માનવામાં આવે છે. 

City News

Sports

RECENT NEWS