Get The App

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે

- જાણો, ડાયેટનું ધ્યાન રાખતા આ પ્રોટીનથી ભરપૂર સ્નેક્સ વિશે...

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 1 - image

નવી દિલ્હી, તા. 19 જૂન 2020, શુક્રવાર 

સાંજે નાશ્તામાં મોટાભાગે લોકો ચટપટી અને તળેલી-શેકેલી ચીજવસ્તુઓનું સેવન કરતા હોય છે જેના કારણે તેમના ડાયેટ પર સીધી અસર પડે છે. પરંતુ આ સ્નેક્સના વિકલ્પ ઓછા હોય છે. જો તમને સાંજે ભૂખ લાગે ત્યારે કેટલીક હેલ્ધી અને ટેસ્ટ સ્નેક્સ ખાવાનું મન થાય છે તો જાણો પ્રોટીન સભર આ પાંચ સ્નેક્સ વિશે. જે બાળકોથી લઇને મોટા લોકો પણ ખાવાનું પસંદ કરશે. જાણો, આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ વિશે... 

બેક્ડ ચકરી

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 2 - imageડીપ ફ્રાઇડ વસ્તુઓ ખાવા કરતા બેક કરેલી વસ્તુઓ ખાવી વધારે યોગ્ય છે. રાગી, બાજરે, મકાઇમાંથી બનાવવામાં આવેલી ચકરીને ડીપ ફ્રાઇ કરવાની જગ્યાએ બેક કરીને બનાવો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. તમે ઇચ્છો તો તેની ચકરી અથવા ચિપ્સ બનાવીને પણ ખાઇ શકો છો. 

ઑટ્સ ઇડલી

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 3 - imageચોખા તથા સોજીની જગ્યાએ ઑટ્સની ઇડલી બનાવીને ખાઓ અને ખવડાવો. તેમાં કાર્બોફાઇડ્રેટનું નહિવત્ત પ્રમાણ હોય છે અને પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ ઇડલીનો સ્વાદ તમે નારિયેળની ચટણી અને સંભાર સાથે વધારી શકો છો. 

બનાવો યોગર્ટ સ્મૂધી

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 4 - imageસાંજે ગરમીના દિવસોમાં સ્મૂધી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તેને બનાવવા માટે દહીની સાથે ખાંડ અને આ સાથે જ કેટલાક બેરી અને અળસીના બીજ લો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો. આ સ્મૂધીથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહેશે. 

ફણગાવેલા કઠોળ

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 5 - imageસાંજના નાસ્તામાં તને કેટલાય પ્રકારના ફણગાવેલા અનાજને મિક્સ કરીને ચાટ બનાવી શકો છો. જેમાં ચણા, મગની સાથે મગફળી અને સોયાબીનને પણ સામેલ કરી શકો છો. તેમાં ચાટના સ્વરૂપે બનાવીને તમે કંઇક ચટપટું ખાવાની ક્રેવિંગને પણ દૂર કરી શકો છો અને તે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે.   

રાગી કૂકીઝ

આ પાંચ ટી ટાઇમ સ્નેક્સ સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે 6 - imageજો તમે વિચારી રહ્યા છો કે આ કૂકીઝ સાધારણ બિસ્કિટની જેમ જ છે તો તમે ખોટા છો. રાગીમાંથી બનાવવામાં આવેલા આ કૂકીઝ કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે તમારા પરિવાર માટે સાંજની ટી ટાઇમ સ્નેક્સમાં હેલ્ધી સ્નેક્સ છે. ક્રન્ચ ધરાવતી આ કૂકીઝ બાળકોને ખૂબ ગમશે. 

Tags :