Get The App

જાણો, કોરોના વાયરસના સંક્રમણથી કયા દેશમાં કેટલા સાજા થયા ?

અમેરિકામાં સૌથી વધુ જયારે 178594 લોકો કોરોના મુકત થયા છે

ચીનમાં 82880 માંથી સૌથી વધુ 77776 થી લોકોએ કોરોનાને માત આપી

Updated: May 4th, 2020

GS TEAM

Google News
Google News
જાણો, કોરોના વાયરસના સંક્રમણથી કયા દેશમાં કેટલા સાજા થયા ? 1 - image


ન્યૂયોર્ક, 4 મેં, 2020, સોમવાર 

કોરોના વાયરસથી સંક્રમિત થતા મોત અને વધતા જતા દર્દીઓની સંખ્યાની સાથે સાજા થનારાની સંખ્યા પણ વધતી જાય છે જે સારી બાબત છે. અત્યાર સુધી કોરોના વાયરસથી દુનિયામાં 10 લાખથી વધુ સાજા થયા છે જેના માટે આજકાલ કોરોનાને  માત આપી છે એવો શબ્દ પ્રચલિત બન્યો છે. વિશ્વમાં કુલ 1161677 લોકો કોરોના વાયરસની કોવિડ-19 બીમારીમાંથી સાજા થયા છે હજુ 2173786 સક્રિય કેસ છે આથી મંજિલ ખૂબજ લાંબી કાપવાની છે, વિશ્વમાં કોરોના વાયરસનું એપી સેન્ટર ગણાતા ચીનમાં 500 થી વધારે કેસ નથી જયારે કોરોનાના ફેલાવા માટે બદનામ વુહાનમાં એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નથી.

જાણો, કોરોના વાયરસના સંક્રમણથી કયા દેશમાં કેટલા સાજા થયા ? 2 - image

અમેરિકામાં 1188826 કોરોના સંક્રમણના કુલ કેસો માંથી 941626 સક્રિય કેસ છે જયારે 178594 સાજા થયા છે અને 68606ના મરણ થયા છે અમેરિકામાં સંક્રમણ અને મરણનો આંકડો વિશ્વમાં સૌથી વધારે હોવા ઉપરાંત કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા પણ વધારે છે જે આશાસ્પદ છે. ઇટલીમાં કોરોના વાયરસે કાળો કેર વરતાવ્યો હતો પરંતુ છેલ્લા સમયથી સ્થિતિ સુધરતી જાય છે. ઇટલીમાં કુલ 210717 લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે જેમાંથી 100179 સક્રિય કેસ છે 81654 દર્દીઓ કોરોના મુકત બન્યા છે અને કુલ 28884 લોકોના મોત થયા છે.  જર્મનીમાં કુલ કોરોના સંક્રમણના કેસ 165664 કેસો છે તેમાંથી 26098 સક્રિય કેસ છે જેમાંથી 132700 રિકવરી થઇ છે. ઇગ્લેન્ડમાં 186599 કુલ કોરાના કેસ નોંધાયા છે જેમાંથી 157809 સક્રિય કેસ છે જયારે 28446 લોકોના મોત થયા છે પરંતુ રિકવરી માત્ર 780 લોકોની છે.

સ્પેનમાં 247122 કેસમાંથી 148558 સાજા થયા છે હજુ 73300 કેસ સક્રિય છે જયારે 25264ના મોત થયા છે. ફ્રાંસની વાત કરીએ તો 168693 લોકોને કોરોના થયો છે જેમાંથી 93014 સક્રિય કેસ છે 50784 કોરોના મુકત થયા છે જયારે 24895 લોકોના મોત થયા છે. સૌથી વધુ સારો રિકવરી રેટ ચીનનો છે જેમાં 82880 માંથી 77776 થી વધુ કોરોના મુકત થયા છે. ભારતમાં કુલ 42630 કોરોના વાયરસના કુલ કેસ છે તેમાંથી 11782 કોરોના મુકત થયા છે જયારે  20 એપ્રિલ સુધી 1395 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. અમેરિકાની જાસુસી સંસ્થા માને છે કોરોના વાયરસ જાણી જોઇને પેદા કરવામાં આવ્યો નથી બીજી બાજુ ટ્રપ માને છે કે કોરોના વાયરસને ચીનના વુહાનની લેબમાં પેદા કરવામાં આવ્યો છે.

Tags :